ગુજરાતના લોક સાહિત્યકાર તરીકે જાણીતા રાજભા ગઢવી હાલમાં પોતાના વિદેશ પ્રવાસ પર જઈ રહ્યા છે જેની અનેક તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે થોડા સમય પહેલા તેઓએ પોતાના સમગ્ર પરિવાર સાથે રાજભા ગઢવી ના વતન ગીરની મુલાકાત લીધી હતી. આપને જણાવી દે કે રાજભા ગઢવી સંગીત ક્ષેત્રમાં સમગ્ર વિશ્વમાં આટલા સફળ થયા હોવા છતાં પણ પોતાના સંસ્કારો સંસ્કૃતિ પરંપરા સભ્યતા હંમેશા પોતાની સાથે રાખે છે આ કારણથી આજે તેઓ લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહ્યા છે. રાજભા ગઢવી હંમેશા પોતાની જન્મભૂમિ અને વતન ગીર સાથે જોડાયેલા રહે છે તથા અનેકવાર ગીરમાં પોતાનો સમય વિતાવે છે તેમણે પોતાના જૂના સાથે મિત્રો સાથે દેશી ભોજન ની મજા માણી હતી રાજભા ગઢવી ની સાદગી જોતા તમામ લોકોએ ખૂબ જ વખાણ કર્યા હતા.
થોડા સમય પહેલા રાજભા ગઢવી વિદેશ પ્રવાસ જતી વખતે સુંદર અને આકર્ષક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે તમામ ગુજરાતવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો કારણકે તેમના સાથ સહકાર અને આશીર્વાદને કારણે જ તેઓ આજે લોકસાહિત્યની મજા કરાવવા માટે વિદેશ જઈ રહ્યા છે.રાજભા ગઢવી લંડન જતી વખતે પ્લેનમાંથી એક વીડિયો શેર કર્યો છે જેમાં તે કહી રહ્યા છે કે નમસ્કાર જય હિન્દ જય માતાજી બસ હવે હું ફ્લાઈટમાં બેસી ગયો છું આ બાદ રાજભા ગઢવી લંડનમાં પોતાના કાર્યક્રમ વિશે માહિતી ચાહકોને આપી હતી તેઓ અલગ અલગ જગ્યાએ લોકસાહિત્યના કાર્યક્રમો રજૂ કરવા જઈ રહ્યા છે. આ લોક સાહિત્યના કાર્યક્રમમાં અનેક સાધુ સંતો વિશિષ્ટ રીતે હાજરી આપશે તેમની માહિતી પણ રાજભા ગઢવી રજૂ કરી હતી.
આ સાથે તેઓ કરી રહ્યા છે કે ડાયરામાં આપણે સૌ લોકો એક સાથે મોજ કરીશું. મારા વાલા ગુજરાતવાસીઓ તૈયાર થઈ જાવ હું આવી રહ્યો છું હવે આપ સૌ લોકોને લોકસાહિત્યની મોજ કરાવવા માટે. હું માત્ર આપ સૌ લોકોના પ્રેમને કારણે જ વિદેશ જઈ રહ્યો છું. આબાદ તેમણે પોતાના સમગ્ર સફળ દરમિયાન નો અનુભવ ચાહકો સાથે શેર કર્યો હતો. આ વીડિયોમાં રાજભા ગઢવી ની સાદગી સ્પષ્ટપણે જોવા મળી રહી છે.
આ બાદ રાજભા ગઢવીએ લંડનના અલગ અલગ સ્થળોની મુલાકાત લીધી હતી જેની તસવીરોને વિડિયો તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી આ બાદ રાજભા ગઢવી વિદેશમાં હોવા છતાં પણ ભારતના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી હતી જેનો વિડીયો તેમને સોશિયલ મીડિયામાં શેર કર્યો છે વાયરલ વીડિયોમાં જોઈ શકો છો કે રાજભા ગઢવી તથા પોતાના અન્ય સાથી મિત્રો અને કલાકારો સાથે ધ્વજ વંદન કરી રહ્યા છે આ બાદ રાષ્ટ્રગાન પણ થયું હતું. રાજભા ગઢવી વિદેશમાં હોવા છતાં પણ ભારત દેશ પ્રત્યે સાચી નિષ્ઠા અને એમનો પ્રેમ લોકો સમક્ષ પ્રસ્તુત કર્યો હતો રાજભા ગઢવી પોતાના અનેક ડાયરામાં દેશ પ્રત્યેની ઇતિહાસ ગાથા મહાપુરુષો યોદ્ધા ની શૂરવીર ગાથા સંભળાવતા જોવા મળે છે.