હનીમૂન હોય તો આવુ..! અનંત અને રાધિકાએ પોતાના હનીમૂન દરમિયાન મંદિરમાં ભગવાનના દર્શન કર્યા, જુઓ વાયરલ તસવીરો

ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ તથા વિશ્વના સૌથી સફળ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી નાના દીકરા અનંત અને રાધિકાના લગ્ન ખૂબ જ ધામધૂમથી આયોજિત કરવામાં આવ્યા હતા જેમાં આશરે 5000 કરોડ કરતાં પણ વધારે નો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ લગ્નમાં દેશ-વિદેશના તમામ પ્રતિષ્ઠિત મહિમાનો બિઝનેસમેન બોલીવુડ હોલીવુડ સેલિબ્રિટી રાજકારણ રમતગમત ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ દિગ્ગજો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ રજવાડી લગ્ન માત્ર ભારત દેશ માટે નહીં પરંતુ સમગ્ર દુનિયા માટે ખૂબ જ યાદગાર ખાસ અને વિશિષ્ટ બન્યા હતા જેની તસવીરો હજુ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અને ત્યારે આ લગ્નના તમામ લોકો વખાણ કરી રહ્યા છે સમગ્ર લગ્નનું આયોજન હિન્દુ પરંપરા અને ભારતીય રીત રિવાજ મુજબ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હલદી રસમ મહેંદી રસમ રાસ ગરબા સંગીત સંધ્યા જેવા કાર્યક્રમ આયોજન થયું હતું.