“કિર્તીદાન ગઢવી”નું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે થયું ભવ્ય સન્માન,જુઓ તસવીરો

આજના સમયમાં ગુજરાતી સંસ્કૃતિ સંસ્કારો પરંપરા અને લોકસંગીત માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ખૂણે ખૂણે સુધી પહોંચી ગયું છે આજે દરેક લોકો ગુજરાતની આ પરંપરા અને સંસ્કૃતિને ખૂબ જ નજીકથી પસંદ કરી રહ્યા છે. આ પાછળ ગુજરાતના તમામ કલાકારોએ પોતાનો અગ્રીમ ફાળો આપ્યો છે આજના સમયમાં લોક ડાયરા રાસ ગરબા અને ભજન સંધ્યા માત્ર ગુજરાત અને ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના તમામ દેશોમાં જોવા મળે છે જે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે. સંગીત ક્ષેત્રમાં ધૂમ મચાવનાર અને સમગ્ર ગુજરાતનું ગર્વ તરીકે જાણીતા કિર્તીદાન ગઢવીના અનેક કાર્યક્રમ આજના સમયમાં વિદેશની ધરતીમાં આયોજિત થતા હોય છે.