આપણે સૌ લોકો જાણીએ છીએ કે ભારતની રાજધાની મુંબઈમાં દરેક લોકો પોતાના સપનાઓને પૂરા કરે માટે આવતા હોય છે આ કારણથી જ તેને સપનાનું શહેર અથવા માયાનગરી તરીકે ઓળખવામાં આવે છે માત્ર એટલું જ નહીં પરંતુ મુંબઈમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ અભિનેતા અભિનેત્રીઓ દેશના સર્વશ્રેષ્ઠ બિઝનેસમેન રાજકારણ રમતગમત ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યક્તિઓ પણ વસવાટ કરતા હોય છે. આ સાથે મુંબઈમાં દરેક ચીજ વસ્તુથી માંડી ઘર ગાડી ની કિંમતો પણ લાખો કરોડો અને અબજો રૂપિયામાં જોવામાં આવે છે. હાલમાં જ અનિલ અંબાણીના પાડોશમાં રહેતા વ્યક્તિના સંપત્તિની ચર્ચાઓ ચારે તરફ ચાલી રહી છે.
પૂનાવાલા એન્જિનિયરિંગ ગ્રુપના ચેરમેન અને દિગજ યોહાન પૂનાવાલા અને તેમની પત્ની મિશેલ એ દક્ષિણ મુંબઈના cuffe paradel વિસ્તારમાં 500 કરોડ રૂપિયાની કિંમત ધરાવતા બંગલાની ખરીદી કરી છે. આ માત્ર બંગલો નહીં પરંતુ રાજા ની હવેલી કરતા પણ વિશિષ્ટ છે. આ બંગલામાં તમામ જરૂરિયાત સુખ સુવિધા નો સમાવેશ કરવામાં આવ્યો છે જે જોતા ની સાથે જ તમને સ્વર્ગ ની અનુભૂતિ કરાવશે. જોકે આ પ્રોપર્ટી વિશે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી પરંતુ હાલમાં મુંબઈમાં પ્રોપર્ટીના વધતા ભાવને ધ્યાનમાં લઇ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આ બંગલાની કિંમત આશરે 500 કરોડ રૂપિયા કરતા પણ વધારે હશે.
આ હવેલી 30000 સ્ક્વેર ફૂટમાં સમાયેલી છે. આ વિસ્તારમાં અનેક સેલિબ્રિટી તથા વિદેશના બિઝનેસમેનના પણ બંગલા નો સમાવેશ થાય છે તેથી તેને સૌથી કીમતી વિસ્તાર તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે હાલમાં અનિલ અંબાણીના પાડોશી એ પણ 500 કરોડના ખર્ચે આ ઘરની ખરીદી કરી હતી. આપને જણાવી દઈએ કે મુકેશ અંબાણીના નાનાભાઈ અનિલ અંબાણી પણ પહેલા અહીં જ રહેતા હતા આથી જ આ પરિવાર અનિલ અંબાણીના પાડોશી બન્યા છે.
આ બંગલો ખરીદનાર દેશના સર્વશ્રેષ્ઠ બિઝનેસમેન યોહાન પૂનાવાલાની પત્ની મિશેલ પૂનાવાલા MYP Design Studio નામનો ઈન્ટિરિયર ડિઝાઈનિંગ સ્ટુડિયો ચલાવે છે. તેમાં તેમણે ખૂબ જ સફળતા મેળવી હતી હાલમાં આ સ્ટુડિયોએ વિશ્વ લેવલે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ કર્યો છે. તે આ નવી હવેલીની ડિઝાઈનિંગનું કામ કરવાની છે. 52 વર્ષીય યોહાન પૂનાવાલા El-0-Matic India ના માલિક છે. આ સિવાય તેઓ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના શેર હોલ્ડર તરીકેની પણ ફરજ બજાવી રહ્યા છે.