સમગ્ર ભારતમાં શ્રાવણ માસ નિમિત્તે ભગવાન મહાદેવની પૂજા આરાધના કરવામાં આવે છે અને તેમને પ્રસન્ન કરવામાં આવે છે. આ માસ દરમિયાન તમામ મંદિરોમાં ભગવાન મહાદેવની વિશેષ પૂજા આરતી અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવે છે તમામ શિવભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં ભગવાન મહાદેવના મંદિરે જતા હોય છે. શ્રાવણ મહિનાને ભગવાન શિવની ભક્તિનો મહિનો કહેવામાં આવે છે. આ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ગુજરાતના અનેક કલાકારોએ પોતાના ઘર આંગણે અથવા મંદિરોમાં પરિવાર સાથે પૂજા અને મહાઆરતી નો લાભ લીધો હતો જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.
હાલમાં જ ગુજરાતના કવિરાજ તરીકે જાણીતા જીગ્નેશ કવિરાજ એ પોતાના સમગ્ર પરિવાર સાથે શિવ પૂજા કરી ભગવાન મહાદેવને પ્રસન્ન કર્યા હતા અને આ પવિત્ર શ્રાવણ માસની ખૂબ જ ભક્તિમય રીતે શરૂઆત કરી હતી. આપને જણાવી દઈએ કે જીગ્નેશ કવિરાજ અને તેમનો સમગ્ર પરિવાર ભગવાન મહાદેવ પર અતૂટ શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા ધરાવે છે આ કારણથી જ દરેક શ્રાવણ માસ નિમિત્તે જીગ્નેશ કવિરાજ નો સમગ્ર પરિવાર ભગવાન મહાદેવની પૂજા કરતો હોય છે તેથી આ વખતે શ્રાવણ માસમાં ભવ્ય મહાપુજામાં લાભ લીધો હતો. આજે જીગ્નેશ કવિરાજ સમગ્ર દેશ દુનિયામાં લોકસંગીત નો ડંકો વગાડી રહ્યા છે છતાં પણ પોતાના સંસ્કારો સંસ્કૃતિ સભ્યતા ધર્મ ક્યારેય ભૂલ્યા નથી આ કારણથી જ તેઓ દરેક ચાહકોના દિલમાં રાજ કરી રહ્યા છે.
વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે જીગ્નેશ કવિરાજ સાથે તેમનો સમગ્ર પરિવાર ભગવાન મહાદેવની ભક્તિમાં લીન થઈ ગયો છે. જીગ્નેશ કવિરાજની ભગવાન શિવ પ્રત્યેની ભક્તિ જોતા ની સાથે જ તમામ લોકોએ તેમના સંસ્કારોના મન ભરીને વખાણ કર્યા હતા. ખરેખર સંગીત ક્ષેત્રમાં આટલા સફળ થયા બાદ પણ પોતાના સંસ્કારો અને સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવું ઘણા લોકો માટે ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે પરંતુ જીગ્નેશ કવિરાજ હંમેશા તેમની સાથે જોડાયેલા રહે છે જે આ વાયરલ તસવીરો દ્વારા પ્રસ્તુત થઈ રહ્યું છે.
આ સાથે જીગ્નેશ કવિરાજ તમામ ધાર્મિક તહેવારો પોતાના પરિવાર સાથે ઉજવવાનું વધારે પસંદ કરતા હોય છે તેવામાં શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે પણ મહાપૂજામાં તેમનો સમગ્ર પરિવાર એક સાથે જોવા મળ્યો હતો તથા તમામ લોકોએ ભગવાન મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા નો અનુભવ કર્યો હતો સાથે જ જીગ્નેશ કવિરાજ એ તમામ લોકોના સારા સ્વાસ્થ્ય સુખ શાંતિ સમૃદ્ધિ અને સફળતા માટે ભગવાન મહાદેવ ના ચરણોમાં પ્રાર્થના પણ કરી હતી. હાલમાં તો આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે અને તમામ લોકોએ કોમેન્ટના માધ્યમથી હર હર મહાદેવના નાદ પણ લગાવ્યા હતા.