સુરતના ડાયમંડ કિંગ “સવજીભાઈ ધોળકિયા”એ સમગ્ર પરિવાર સાથે લોનાવાલા અને ભીમાશંકર મહાદેવ મંદિર ની મુલાકાત લીધી

સુરત શહેર સહિત સમગ્ર ગુજરાત અને દેશ દુનિયામાં ડાયમંડ કિંગ તરીકે જાણીતા સવજીભાઈ ધોળકિયા એ હાલમાં પોતાના પરિવાર સાથે લોનાવાલા જેવા સુંદર સ્થળની મુલાકાત લીધી હતી.અને સાથે ભીમાશંકર મહાદેવ ના પોતાના સમગ્ર પરિવાર સાથે દર્શન કર્યા હતા. આપને જણાવી દઈએ કે ડાયમંડ ક્ષેત્રમાં આટલી સફળતા મેળવી હોવા છતાં પણ સવજીભાઈ ધોળકિયા હંમેશા પોતાના પરિવાર સાથે સમય વિતાવે છે તથા તેમને ખૂબ જ પ્રેમ અને લાગણી આપે છે આ કારણથી જ આજે સમગ્ર વિશ્વમાં સવજીભાઈ ધોળકિયા ડાયમંડ ક્ષેત્રમાં સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી દેશ દુનિયામાં સુરત શહેરનું નામ રોશન કરી રહ્યા છે. સવજીભાઈ ધોળકિયા એ આ પ્રવાસ દરમિયાનના પોતાના વિડીયો તથા અનુભવો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે.જે આપ જાણીને ખૂબ જ ખુશ થઈ જશો.

સવજીભાઈ પોતાના અનુભવો જણાવતા તસવીરો શેર કરી કેપ્શનમાં લખી રહ્યા છે કે દરેક પગલું દરેક શ્વાસ મને આ પ્રાચીન પુરાતન ભારતના હૃદય તરફ દોરી જાય છે. ભારતના મારા આ સફરમાં મને મારા આંતરિક આધ્યાત્મિક સ્વરૂપથી વર્ચિત કરાવ્યું છે. લોનાવાલા અને ભીમાશંકર મહાદેવના માર્ગમાં મને એક અલગ ઉત્સાહ અને નવી શક્તિનો પ્રારંભ થતો જોવા મળે છે આ સફર મારા માટે જીવનભર યાદગાર બની રહેશે જેને હું ક્યારેય ભૂલી શકીશ નહીં.

પોતાના પરિવાર સાથે ધાર્મિક અને પ્રાકૃતિક જગ્યાએ સવજીભાઈ ધોળકિયા નો અનુભવ ખૂબ જ ખાસ અને વિશિષ્ટ રહ્યો હતો આ પ્રત્યેનો ભાવ અને પોતાનો પ્રેમ તસવીરોમાં પ્રસ્તુત કર્યો હતો. આપ સૌ લોકો જાણતા હશો કે સવજીભાઈ ધોળકિયા તથા તેમની હરેકૃષ્ણ ડાયમંડ કંપની ના કર્મચારીઓ હંમેશા કસરત અને યોગા ને પોતાના જીવનમાં અગ્રીમ સ્થાન આપે છે આ કારણથી જ આપ લોનાવાલા ની સુંદર જગ્યાએ અન્ય તસવીરોમાં જોઈ શકો છો કે સવજીભાઈ પણ પોતાના સમગ્ર પરિવાર સાથે પ્રાકૃતિક જગ્યાએ યોગા અને કસરતનો લાભ લઇ રહ્યા છે.

સવજીભાઈ ધોળકિયાએ ડાયમંડ ક્ષેત્રમાં સફળ થવા માટે પોતાના જીવનમાં ખૂબ જ સંઘર્ષો કર્યા છે આ કારણથી જ આજે તેઓ સમગ્ર વિશ્વમાં સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી રહ્યા છે માત્ર એટલું જ નહીં પરંતુ ધંધા સાથે સાથે લોક સેવાના કાર્યમાં પણ હંમેશા સવજીભાઈ ધોળકિયા આગળ રહે છે આ સાથે જ તેને પોતાના વતનમાં પણ અનેક સેવાના કાર્યો કરી એક સફળ બિઝનેસમેન તરીકેની છાપ લોકો સમક્ષ મેળવી છે.