મહારાષ્ટ્રનો આ ખેલાડી ઓલમ્પિકમાં લાવ્યો ત્રણ મેડલ, જાણો ટિકિટ કલેકટરથી લઈને ઓલમ્પિક સુધીની કહાની

પેરિસ ઓલમ્પિક 2024 માં ભારતના અનેક ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે જેમાંથી મનુ ભાકર એ શૂટર સ્પર્ધામાં જીત મેળવી બ્રોન્ઝ મેડલ જીતી સમગ્ર ભારત દેશને ગર્વ અપાવ્યું છે. આ સાથે ભારતે વધુ એક મેડલ જીતવામાં સફળતા મેળવી છે.જેમાં સ્વપ્રિલ કુસાલે પુરુષોની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં 451.4 ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આ સાથે સ્વપ્રિલ એ ઇતિહાસ રચી દીધો હતો કારણ કે એ ઓલમ્પિકના ઇતિહાસમાં આ ઇવેન્ટમાં મેડલ જીતનાર પ્રથમ પુરુષ બની ગયો છે.આપને જણાવી દઈએ કે ઓલમ્પિકમાં આ ખેલાડીએ એક બે નહીં પરંતુ ત્રણ મેડલ જીતી લીધા છે.28 વર્ષના આ ખેલાડીએ અહીં સુધી પહોંચવા માટે પોતાના જીવનમાં અનેક સંઘર્ષોને પાર કર્યા છે તેમના જીવનની કહાની સરળ રહી ન હતી.

કારણકે તેમને તેમના જીવનમાં અનેક સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. એક સમયે તે રેલવેમાં કલેકટર ની નોકરી કરતો હતો અને તેમને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પાસેથી ખૂબ જ પ્રેરણા મેળવી છે અને તેમના માર્ગદર્શન પર ચાલી જીવનમાં સતત આગળ વધ્યો છે. તે વર્ષ 2012 થી આંતરરાષ્ટ્રીય શૂટિંગ ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યો છે. જોકે અહીં સુધી પહોંચવા માટે તેને 12 વર્ષ સુધી રાહ જોવી પડી હતી. ઓલમ્પિક 2024 માં ત્રણ મેડલ જીતનાર ખેલાડી ના મહેન્દ્રસિંહ ધોની હંમેશા માટે પ્રેરણાદાયક રહ્યા છે તે તેને પોતાના જીવનનો રોલ મોડલ માને છે. એટલું જ નહીં પરંતુ હંમેશા તેમની જેવું જીવન જીવવાનો પ્રયત્ન કરતો રહે છે.