ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીનો સમગ્ર પરિવાર એકબીજા સભ્યો પ્રત્યે પરસ્પર પ્રેમ સન્માન આદર ભાવ અને લાગણી ધરાવે છે આ કારણથી જ સમગ્ર અંબાણી પરિવારમાં સંસ્કાર સંસ્કૃતિ અને સભ્યતાના સદગુણો રહેલા છે. સમગ્ર દેશમાં સૌથી ધનવાન હોવા છતાં પણ હંમેશા પોતાના પરિવારના સભ્યોને ખૂબ જ પ્રેમ આપે છે. માત્ર એટલું જ નહીં પરંતુ પોતાના દરેક સામાજિક ધાર્મિક પારિવારિક પ્રસંગ પરિવાર સાથે હળી મળી અને એકબીજાને હંમેશા આગળ રાખી ઉજવતા હોય છે.
થોડા સમય પહેલા એટલે કે 12 જુલાઈ 2024 ના રોજ અનંત અને રાધિકાના લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર અંબાણી પરિવાર એક સાથે હળી મળીને આ પ્રસંગને ખાસ અને વિશિષ્ટ બનાવ્યો હતો. આ પરિવારનો સંપ અને પ્રેમ જોતા ની સાથે જ દેશ-વિદેશના મહેમાનોએ પણ સંસ્કારોના ખૂબ જ વખાણ કર્યા હતા. ખરા અર્થમાં પરિવાર પ્રત્યેનો પ્રેમ શું કહેવાય તેની સાચી વ્યાખ્યા અંબાણી પરિવાર એ લોકો સમક્ષ પ્રસ્તુત કરી છે.
આ સાથે અંબાણી પરિવાર એકબીજાને ખૂબ જ મોંઘી ગિફ્ટ આપતો હોય છે અનંત રાધિકાના લગ્ન બાદ અંબાણી પરિવાર એ લાખો કરોડોની કિંમતની ગિફ્ટ અને અન્ય મોંઘી વસ્તુઓનો વરસાદ કર્યો હતો. આ પહેલા પણ શ્લોકા અને આકાશ અંબાણીના લગ્નમાં પણ મુકેશ અંબાણી નીતા અંબાણી તથા તેમની બહેન ઈશા અને અનંતે ખૂબ જ મોંઘી ગિફ્ટ આપી હતી.
વર્ષ 2019 માં શ્લોકા અને આકાશ લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા અને પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. આ લગ્નમાં પણ અંબાણી પરિવાર એ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ લગ્ન પ્રસંગ નિમિત્તે શ્લોકા અંબાણીની સાસુ નીતા અંબાણીએ તેમની નવી વહુને કરોડોની કિંમત ધરાવતો 19 હીરા વાળો હાર ભેટમાં આપ્યો હતો.આ હારનું નામ ‘Mouawad L’Incomparable’ છે.જેનો સમાવેશ દુનિયાના સૌથી મોંઘા હીરામાં થાય છે. આ હારની વિશેષતા જાણી તમે પણ ચોંકી જશો. કારણકે આ હાર કોઈ સામાન્ય નહીં પરંતુ આ હારમાં 408.48 કેરેટનો પીળો હીરો પણ જડેલો છે. જેની લગભગ કિંમત કિંમત 451 કરોડ રૂપિયા કરતા પણ વધારે છે.
આ પરથી અંદાજો લગાવી શકાય કે અંબાણી પરિવારના સભ્યો એકબીજાને માત્ર પ્રેમ ભાવ અને લાગણી નહીં પરંતુ ગિફ્ટ દ્વારા પણ પોતાનો પ્રેમ રજૂ કરતા હોય છે આ સાથે જ અનેકવાર સમગ્ર અંબાણી પરિવાર દેશ-વિદેશની મુલાકાત પણ એક સાથે માણતા જોવા મળે છે હાલમાં જ સમગ્ર અંબાણી પરિવાર ઓલમ્પિક 2024માં ભારતના તમામ ખેલાડી ને સપોર્ટ કરવા માટે પહોંચ્યો હતો જેની તસ્વીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે આ સાથે જ આ પરિવાર દુનિયાનો સર્વ શ્રેષ્ઠ પરિવાર તરીકે લોકોને વચ્ચે ઓળખાઈ રહ્યો છે.