સમગ્ર ગુજરાત અને વિશ્વભરમાં લોક સેવક તરીકે જાણીતા ખજૂર ભાઈ હંમેશા સેવા કાર્ય સાથે જોડાયેલા રહે છે.તેઓ હાલમાં જ પોતાની ટીમ સાથે અમેરિકાના પ્રવાસ પરથી ભારત પરત ફર્યા છે. અમેરિકાની ધરતી માંથી પણ ગુજરાતવાસીઓ તરફથી ખજૂર ભાઈનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ પરથી કહી શકાય કે આજે ખજૂર ભાઈ વિદેશમાં રહેતા ગુજરાતવાસીઓના દિલમાં પણ રાજ કરી રહ્યા છે. અમેરિકામાં રહેતા ગુજરાતવાસીઓના ઘરે ખજૂર ભાઈ પધાર્યા હતા.
જ્યાં તેમને પરિવારજનો સાથે સમય વિતાવ્યો હતો આ સાથે જ અનેક તસવીરોને વિડિયો પણ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા શેર કર્યા હતા પોતે વિદેશ પ્રવાસ પર હોવા છતાં પણ ભારત અને ગુજરાતના સેવા કાર્ય સાથે હંમેશા જોડાયેલા રહેતા હતા. આથી જ આજના સમયમાં તમામ લોકો ખજૂર ભાઈને કળિયુગના ભગવાન તરીકે ઓળખી રહ્યા છે ખજૂરભાઈ પોતાનો મોટેભાગનો સમય જરૂરિયાતમંદ અને ગરીબોની સેવા કાર્ય પાછળ પસાર કરતા હોય છે માત્ર એટલું જ નહીં પરંતુ તેમની આવકનો મોટેભાગનો હિસ્સો ગરીબોની સેવા પાછળ ખર્ચ કરે છે તેઓ પોતાના અવારનવાર અનેક વીડિયોમાં કહેતા હોય છે કે જો તમે ગરીબોની સેવા કરશો તો ભગવાન આપોઆપ તમારા ઉપર રાજી થશે માટે તમારાથી શક્ય તેટલી ગરીબો અને જરૂરિયાત મંદની સેવા કરો.
અમેરિકાના વિદેશ પ્રવાસ થી ભારત પરત ફર્યા ની સાથે જ ખજૂર ભાઈ ફરીવાર સેવા કાર્યમાં જોડાઈ ગયા હતા. હા મિત્રો હાલમાં જ ખજૂર ભાઈએ પોતાના સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ છ અનાથ બાળકો માટે ઘર બનાવવાની સેવા કરી રહ્યા છે જેમાં બાળકોની માતાનું સાપ કરડવાના કારણે અવસાન થયું હતું અને પિતા પણ થોડા સમય બાદ એક્સિડન્ટના કારણે મૃત્યુ પામ્યા હતા. આબાદ તમામ બાળકો ભગવાન કૃષ્ણના આધારે પોતાનું જીવન વિતાવી રહ્યા છે. આ બાળકોના પરિવારજનોમાં અન્ય બીજું કોઈ નથી જે તેમની સાર સંભાળ રાખી શકે આ બાદ પરિવારની મોટી બે બહેનોએ પોતાના ચાર ભાઈ બહેનને ભણાવવા માટે પોતાનો અભ્યાસ પણ છોડી દીધો હતો.
View this post on Instagram
ખજૂર ભાઈ ને જોતા ની સાથે જ આ તમામ બાળકો ખૂબ જ ભાવુક થયા હતા અને પોતાની દર્દ ભરી કહાની ખજૂર ભાઈ ને જણાવી હતી. બાળકોની પાસે ખાવા માટે પૂરતું અનાજ પણ ન હતું. આ માટે ક્યારેક જમવાનું ના મળે તો ભૂખ્યા જ તમામ બાળકો સુઈ જતા હતા.
આ સેવા કાર્યમાં ખજૂર ભાઈને ધોધમાર વરસાદને કારણે ઘર બનાવવામાં ઘણી મુશ્કેલીઓ પડતી હતી પરંતુ તમામ મુશ્કેલીઓને પાર કરી ઘર બનાવવા માટે ખજૂર ભાઈ પોતાની ટીમ સાથે સતત સંઘર્ષો કરી રહ્યા છે આ વાતથી જ આજે ખજૂર ભાઈ દરેક લોકો ના દિલમાં રાજ કરી રહ્યા છે. ખજૂર ભાઈએ અમેરિકાથી આવી તરત જ આ અનાથ બાળકોના ઘર માટેની સેવા શરૂ કરી દીધી હતી આ પહેલા પણ ખજૂર ભાઈ અમેરિકાની ધરતીમાંથી અનાજ બાળકોની સેવા કરવા માટે વિડીયો પોસ્ટ કર્યો હતો અને તેમાં કહ્યું હતું કે હું અમેરિકાથી આવી તરત જ આ બાળકો માટે ઘર બનાવીશ.
અનાથ બાળકો માટે ઘર બનાવી રહેલ કટારીયા ગામમાં તમામ ગ્રામજનોએ ખજૂર ભાઈનું ભવ્ય સ્વાગત સન્માન કર્યું હતું માત્ર એટલું જ નહીં પરંતુ ધોધમાર વરસાદની વચ્ચે પણ ખજૂરભાઈ ની સમગ્ર ટીમ સહિત ગ્રામજનો એ પણ સેવા માં પોતાનો અગ્રીમ ફાળો આપ્યો હતો. આપને જણાવી દઈએ કે ખજૂર ભાઈ અત્યાર સુધી અનેક લોકોના ઘર બનાવી દીધા છે અને તેમને નવી જિંદગી આપી છે.