આપણે સૌ લોકો જાણીએ છીએ કે ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના ના દીકરા અનંત અને રાધિકાના લગ્ન ફંક્શન માર્ચ મહિનાથી શરૂ થયા હતા. સૌપ્રથમ અંબાણી પરિવાર એ જામનગર ખાતે ભવ્ય અને શાનદાર રીતે પ્રી વેડિંગ ફંક્શન નું આયોજન કર્યું હતું ત્યારબાદ થોડા મહિના પછી ઈટલી અને ફ્રાન્સની વચ્ચે દરિયા કિનારે પ્રી-વેડિંગ ફંકશન આયોજિત થયા હતા. આબાદ અનંત રાધિકાના લગ્ન 3 જુલાઈ થી 14 જુલાઈ સુધી આયોજિત થયા હતા જેમાં હલ્દી રસમ મહેંદી રસમ સંગીત સંધ્યા રાસ ગરબા મંગલ મહોત્સવ આશીર્વાદ સમારો જેવા અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
અને આખરે 12 જુલાઈ 2024 ના પવિત્ર પાવન દિવસે અનંત અને રાધિકા લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. પરંતુ હજુ આ લગ્નના ફંકશન અને ઉજવણી પૂર્ણ નથી થયા.હવે સમગ્ર અંબાણી પરિવાર અનંત અને રાધિકા માટે લંડનમાં ફંકશન ની તૈયારી કરી રહ્યો છે.હાલમાં મળતી માહિતી અનુસાર મુકેશ અંબાણી આવનારા બે મહિના એટલે કે ઓગસ્ટ થી સપ્ટેમ્બર સુધી બે મહિના માટે લક્ઝરી સેવન સ્ટાર હોટલ બુક કરાવી છે.
આ ફંકશનમાં ફરીવાર બોલીવુડ હોલીવુડ સેલિબ્રિટી સહિત દેશ વિદેશના બિઝનેસમેન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અભિનેતા અભિનેત્રીઓ સહિત રમત ગમત અને રાજકારણ ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યક્તિઓ પણ ખૂબ મોટી સંખ્યા ઉપસ્થિત રહે તેવી શક્યતા છે આ પહેલા પણ અનંત અને રાધિકાના લગ્નમાં તમામ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં દેશ-વિદેશના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા માત્ર એટલું જ નહીં
પરંતુ સાધુ સંતો મહંતો યોગગુરૂ ધર્મગુરુ પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અનંત અને રાધિકાને લગ્ન માટે આશીર્વાદ શુભકામના અને શુભેચ્છા પાઠવી હતી આબાદ હવે પરિવાર સેલિબ્રિટીનો મેળો લંડન ની વિદેશ ધરતીમાં જામે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.માત્ર એટલું જ નહીં પરંતુ વિદેશના પ્રાઇમ મિનિસ્ટર અને રાજાશાહી લોકો પણ આ લગ્નમાં પધારી શકે છે. આ સાથે જ યુકેમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં અંબાણી પરિવારના આ સેલિબ્રેશનમાં ઉપસ્થિત રહેશે
જેથી પ્રી-વેડિંગ ફંક્શન અને લગ્ન કરતા પણ લંડન માં આયોજિત થવા જનાર આ ફંકશન ખૂબ જ ખાસ અને લોકો માટે યાદગાર બની રહેશે આ પહેલા પણ અનંત અને રાધિકાના લગ્ન માત્ર ભારત દેશ માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વના લોકો માટે ખૂબ જ વિશિષ્ટ બની રહ્યા હતા.આ ફંકશનમાં પ્રિન્સ હેરી અને બ્રિટનના પૂર્વ પીએમ બોરિસ જોન્સન પણ સામેલ થશે તેવી શક્યતા છે
આ પહેલા અનંત અને રાધિકાના લગ્નમાં પણ યુકેના પૂર્વ પ્રાઇમ મિનિસ્ટર પોતાના સમગ્ર પરિવાર સહિત હાજર રહ્યા હતા અને અંબાણી પરિવાર તરફથી તેમનો ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ લગ્નમાં તેઓ સંપૂર્ણ ભારતીય પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા. આપને જણાવી દઈએ કે લંડન ની આ હોટલ કોઈ સામાન્ય નહીં પરંતુ અંબાણી પરિવારે જશ્ન માટે જે સ્ટોક પાર્ક એસ્ટેટને પસંદ કર્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 2021માં 57 મિલિયન પાઉન્ડમાં આ એસ્ટેટને લીઝ પર લીધી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.