મિત્રો 10 મેના રોજ જૂનાગઢની તાલાળા માર્કેટિંગ યાર્ડમાં કેરીની ખૂબ ઢગલાબંધ આવક થઈ હતી અને જેની સામે કેરીના બોક્સના ઊંચા ભાવ પણ બોલાયા હતા. જો મિત્રો તમે પણ કેરીની ખરીદી કરવા માંગતા હોય તો
આપને જણાવી દઉં કે અહીં એક બોક્સ નો ઊંચો ભાવ 1150 રૂપિયા અને નીચો ભાવ 425 હતો જ્યારે સરેરાશ ભાવ 750 રૂપિયા બોલાયો હતો. કેરીની 998 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 2300 નોંધાયો હતો અને ગત વર્ષે આ સમય કેરીની ખૂબ સારી એવી આવક નોંધાઈ રહી હતી
અને સામે ભાવ પણ ખૂબ ઓછા બોલાઈ રહ્યા હતા ત્યારે આ વખતે કેરીના ખૂબ ઊંચા ભાવ છે ત્યારે આવનારા સમયમાં કેરીના ભાવ ઓછા થાય તો મધ્યમ વર્ગીય લોકો ખરીદી શકે તે જ આશા છે.જૂનાગઢમાં પણ પહેલી વખત કેરીના 11000 બોક્સની આવક નોંધાય છે
અને કેસર કેરીના ગઢ ગણાતા તાલાળામાં પણ આ આવક 9000 બોક્સ અને પાર પહોંચી હતી અને તેથી હવે આવનારા સમયમાં કેરીની આવક વધશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને ગયા વર્ષની તુલના એ આ વર્ષે આંબા પર ફ્લાવરિંગ ઘણું ઓછું આવ્યું હતું
જેના કારણે કેરી ઉત્પાદન ઓછું થવાની શક્યતા વર્તાઈ રહી છે.સૌરાષ્ટ્રમાંથી દર વર્ષ અંદાજે કેસર કેરીનું 3 લાખ 34 હજાર 984 મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. પરંતુ આ વખતે માત્ર 2 લાખ મેટ્રિક ટન જેટલું જ ઉત્પાદન થવાની શક્યતાઓ ખેડૂત અને APMCના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment