રાજ્યમાં મે મહિનામાં અપેક્ષા પ્રમાણે કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે આખરી ગરમી વચ્ચે હવામાન વિભાગની નવી આગાહી થોડીક રાહત આપનારી છે જે અનુસાર બે દિવસ આખરી ગરમી બાદ ગરમીમાં આંશિક રાહત મળશે
અને બે દિવસ બાદ ગુજરાતમાં વરસાદની આગાહી છે.આપને જણાવી દઈએ કે 11મી મેએ નર્મદા તાપી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં પવન સાથે વરસાદ રહેશે અને 12 તારીખે અરવલ્લી સાબરકાંઠા દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ વલસાડ દમણમાં વરસાદ રહેશે.
13 તારીખે સુરત નર્મદા દાહોદ વલસાડ નવસારી દમણ દાદરા નગર હવેલી અને સાબરકાંઠામાં વરસાદ રહેશે જ્યારે બે દિવસ અમદાવાદ વાળાઓએ સાવધાન રહેવું પડશે અને હવામાન વિભાગના ડાયરેક્ટ
એ.કે. દાસે આગામી દિવસના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યું છે કે હાલ ગુજરાત પાસે ચાર સિસ્ટમ સક્રિય છે જે રાજસ્થાન મધ્યપ્રદેશ ઉપર એક અને એક સિસ્ટમ અરબસાગર ઉપર સક્રિય થતા ગુજરાતમાં વરસાદ પડી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment