મિત્રો આજે આપણે એક એવી વાત કરવાના છીએ જે આપણા સૌ લોકો માટે ખૂબ જ જરૂરી છે. મિત્રો તમે ઘણા બધા લોકોની કાર કે બાઈક ઉપર માં મોગલ નામ લખેલું વાંચ્યું હશે. ત્યારે કાર કે બાઈક ઉપર માં મોગલ નામ લખાય કે ન લખાય તેના ઉપર મણીધર બાપુએ વાત કરી છે.
પોતાની દુકાનનું નામ રાખતા હોય છે અને ઘણા લોકો તો પોતાના ગલ્લાનું નામ પણ મોગલ રાખતા હોય છે. આ સમગ્ર બાબત પર મણીધર બાપુએ વાત કરતા જણાવ્યું કે, તમે માં મોગલનું નામ રાખો એમાં કોઈ વાંધો નથી, પણ કોઈ દિવસ માં મોગલનું નામ લજાવવું ન જોઈએ.
મણીધર બાપુએ વધુમાં કહ્યું કે, ઘણા લોકોએ પોતાની ગાડીઓમાં લખ્યું હોય મોગલ કૃપા, પરંતુ આવી ગાડીઓમાંથી ઘણી વખત દારૂની બોટલો નીકળતી હોય છે. તો આ વસ્તુ ન કરવી જોઈએ. તમારી આ હરકત તમને ખૂબ જ તકલીફમાં પાડી દે છે. જો તમે માં મોગલનું નામ રાખો છો તો બીજી કંઈ ખોટી વસ્તુ ન થવી જોઈએ.
વધુમાં મણીધર બાપુએ કહ્યું કે, કામ સારા કરવા હોય તો માનું નામ રખાઈ નહિતર ન રખાય. બાપુએ વધુમાં વાત કરતા જણાવ્યું કે કોઈના ઉપર જલ્દીથી વિશ્વાસ ન કરવો જોઈએ. જ્યારે કોઈપણ મારી ગાડી લઈ જાય છે ત્યારે તે ગાડીને કોઈ પોલીસ કે અધિકારી રોકતા નથી.
મારી ગાડી જોઈને પોલીસ અધિકારીઓ કહે છે કે આ તો બાપુ ની ગાડી છે જવા દો. પરંતુ બધાને કહું છું કે, હું ગાડીમાં હોવું કે ન હો પણ મારી ગાડી જરૂર ચેક કરી લેવી. બાપુએ કહ્યું કે ઘણા લોકો ગાડી ઉપર માં મોગલનું નામ લખાવતા હોય છે અને ગાડીમાં ખોટી વસ્તુની હેરાફેરી કરતા હોય છે.
કેટલાક લોકો તો માં મોગલ ની છબી ગળામાં પહેરતા હોય છે અને અમુક લોકો માં મોગલના છબી વાળી વીંટી પહેરતા હોય છે. મણીધર બાપુએ કહ્યું કે વીટી કે એવું પહેરવું હોય તો અમુક નિયમ પાળવા પડે. માતાજીની છબી વાળી વીંટી પહેરો તેમાં કાંઈ ખોટું નથી પણ માં મોગલની વીંટી પહેરીને રાત્રે બે પેક મારો એ વાત ખોટી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment