ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી છેલ્લા ઘણા મહિનાથી તેમના નાના દીકરા અનંતના લગ્નને લઈને ચર્ચામાં છે. માર્ચ મહિનામાં ગુજરાતના જામનગરમાં આયોજિત અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના પ્રી વેડિંગ ફંક્શન માં દેશ દુનિયાના લોકો એકત્રિત થયા હતા
અને કહેવાય છે કે આ સેરેમની પાછળ લગભગ 1250 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.જુલાઈ મહિનામાં યોજનાના લગ્ન દરમિયાન ખર્ચ વધુ થવાની ધારણાઓ લોકો દ્વારા લગાવવામાં આવી રહી છે અને આ પહેલી વાર નથી કે અંબાણી પરિવાર એ પોતાના ઘરના લગ્નમાં પૈસા પાણીની જેમ વાપર્યા હોય આ પહેલા 2018માં
દીકરી ઈશા અંબાણીના આનંદ પિરામલ સાથેના લગ્ન પણ ખૂબ ભવ્ય હતા અને મોટા પુત્ર આકાશ અંબાણીના લગ્ન શ્લોકા મહેતા સાથે જે 2019 માં થયા હતા તે પણ ખૂબ મોટા પાયા હતા.ઓનલાઇન અહેવાલ અનુસાર મુકેશ અને નીતા અંબાણીએ તેમની દીકરીના લગ્નમાં લગભગ 830 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા
અને ઇશા અંબાણીના લગ્નના આમંત્રણ કાર્ડ ની કિંમત લગભગ ત્રણ લાખ રૂપિયા પ્રતિ નંગ હતી. આ લગ્નમાં જાણીતી હસતી હોય ભાગ લીધો હતો જેમાં પ્રિયંકા ચોપરા અને હેલેરી ક્લિન્ટન સહિતના બોલીવુડ સ્ટાર્સનો સમાવેશ થાય છે.આકાશ અંબાણી અને સ્લોકા મહેતાના લગ્નની ગણતરી દેશના મોંઘા અને અસાધારણ લગ્નમાં થાય છે
તેમના લગ્નમાં કેટલા રૂપિયા ખર્ચાયા હતા તેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી પરંતુ તેમાં પણ પાણીની જેમ જ લગ્નમાં પૈસા વાપરવામાં આવ્યા હતા અને મુંબઈ તેના ત્રણ દિવસ સુધી લગ્ન યોજાયા હતા જેમાં બ્રિટિશના વડાપ્રધાન ટોની બ્લેર, ગૂગલ ના સીઈઓ સુંદર પિચાઇ નો સમાવેશ થાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment