આજના સમયમાં લોકોને પોતાના સંબંધીઓ પાડોશીને પાંચથી દસ રૂપિયાનું આપવામાં પણ વિચાર કરતા હોય છે ને ત્યારે આજે આપણે એક એવા ગામ વિશે વાત કરવાના છીએ જ્યાં છાશ તો ઠીક પરંતુ દૂધ પણ મફત વેચવામાં આવે છે અને જો કોઈ પૈસા લઈને વેચે તો તેની સાથે એવું વર્તન થાય છે
જેના વિશે જાણીને તમે પણ આશ્રર્યચકિત થઈ જશે.ગુજરાત રાજ્યના કચ્છના ઢોકળા ગામમાં કોઈને દુધનો ખર્ચો નથી કારણ કે આ ગામમાં દૂધ અને છાશ ઉપરાંત દહીં મફતમાં મળે છે. માત્ર 5000 લોકોની વસ્તી ધરાવતા માંડવી તાલુકાના આ ગામમાં લોકો પાસે દુધાળા ઢોર છે
અને દૂધ એ લોકો વેચતા નથી પરંતુ પોતાના અને આસપાસના ગામના લોકોને દૂધ એકબીજાને મફતમાં આપે છે અને આવું કરવા પાછળનું કારણ જાણે એમ છે કે લગભગ 500 વર્ષ પહેલાં મુસ્લિમ પીરે ગામ લોકોને કહ્યું હતું કે ગામમાં શાંતિ અને સુખ જળવાઈ રહે
એના માટે કોઈએ દૂધ વેચવાનું નથી.આ પીરના વચનને ગામના લોકો આજે પણ નિભાવી રહ્યા છે અને ગાય ભેસ ધરાવતા કુટુંબો વધારાનું દૂધ ગામમાં જેની પાસે દુધારા ઢોર નથી એ લોકોને મફતમાં આપી દે છે
અને તે લોકોએ કહ્યું કે ગામમાં એક વ્યક્તિ અમારી ઈચ્છા વિરુદ્ધમાં દૂધ વેચવાનું શરૂ કર્યું હતું અને તેને પોતાનું જીવ ગુમાવ્યો હતો એટલા માટે ગામના લોકો આજે પણ આ પરંપરા ને જાળવી રાખે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment