ઉનાળો આવતા જ કેસર કેરી તમામ લોકોને યાદ આવતી હોય છે અને આજે ગુજરાતના જુદા જુદા પ્રદેશની કેરીઓ પ્રખ્યાત છે ત્યારે ભાવનગર જિલ્લામાં કેસર કેરી ની આવક શરૂ થઈ ગઈ છે. આપને જણાવી દઈએ કે મહુવા માર્કેટમાં જમાદાર કેરીની આવક શરૂ થયેલા અને કેરીના ભાવ વિશે વાત કરવામાં આવે
તો 20 કિલો કેરીના 2500 રૂપિયાથી લઈને 3700 બોલાયા હતા.ભાવનગરના તળાજા અને જેસરને કેરીનો ગઢ માનવામાં આવે છે અને ભાવનગર જિલ્લામાં પણ ઘણા બધા કેસર કેરીના બગીચાઓ આવેલા છે અને હાલ ધીરે ધીરે સમગ્ર ગુજરાત રાજ્યની માર્કેટ યાર્ડમાં કેસર કેરીની શરૂઆત થઈ ગઈ છે
ત્યારે હાલમાં તો કેરી નવી નવી આવતા જ કેસર કેરીના ભાવ ખૂબ વધારે છે અને સરેરાશ ભાવ વિશે વાત કરવામાં આવે તો 2350 પ્રતી 20 કિલો છે અને જેમ કેસર કેરી માર્કેટમાં આવવા લાગશે તેમ ધીરે ધીરે તેના ભાવ ઘટવા લાગશે.ભાવનગર જિલ્લામાં જમાદાર કેરીની પણ આવક નોંધાય છે
અને જમાદાર કેરીનો ભાવ 2500 રૂપિયાથી લઈને 3700 છે અને આપને જણાવી દઈએ કે માર્કેટ યાર્ડમાં 180 મણ જમાદાર કેરીની આવક થઈ હતી અને સરેરાશ ભાવ 2650 રૂપિયા નોંધાયો હતો અને ભાવનગર જિલ્લામાં 9000 હેક્ટર જમીન કરતા પણ વધારે વાવેતર છે અને મોટી માત્રામાં આંબાની કલમો તૈયાર કરી અને ગુજરાત બહારના રાજ્યમાં મોકલવામાં આવી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment