સોનુ ચાંદી ખરીદવાની સુવર્ણ તક..! મહિનાની શરૂઆતમાં સોનાના ભાવમા થયો મોટામાં મોટો ઘટાડો,જાણો વિગતે…

જો મિત્રો તમે પણ સોનુ કે સોનાના ઘરેણા ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઘણા મહત્વપૂર્ણ છે કારણ કે આજે સોનાના ભાવમાં મોટો ઘટાડો થયો છે ને ઘટાડા સાથે 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો શું ભાવ ચાલી રહ્યો છે

તેના વિશે અમે તમને માહિતી આપવાના છીએ.આજરોજ એક મે 2024 ને બુધવારનો દિવસ છે અને આજે 22 કેરેટ સોનાના ભાવમાં 1,000 રૂપિયાનો ઘટાડો થયો છે અને આ ઘટાડા સાથે સોનુ 65,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ની સપાટીએ પહોંચી ગયું છે.

24 કેરેટ સોનાના ભાવ વિશે વાત કરવામાં આવે તો તેમાં 1,090 ના ઘટાડા સાથે સોનું 71,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ની સપાટીએ પહોંચી ગયું છે.જો મિત્રો ચાંદીના ભાવ વિશે વાત કરવામાં આવે તો ચાંદીમાં પણ સોના જેવી પરિસ્થિતિ છે મતલબ કે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે

અને કેટલો તો 500 રૂપિયા પ્રતિ કિલો ચાંદીએ ઘટાડો થયો છે અને આ ઘટાડા સાથે ચાંદી 83,000 રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ પહોંચી ગયું છે. આપને જણાવી દઈએ કે છેલ્લા ચાર દિવસમાં ચાંદીના ભાવમાં સતત ઘટાડો થયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*