એક સમયે રસ્તા પર અથાણું વેચતી મહિલાએ જાત મહેનતે ઉભી કરી કરોડો રૂપિયાની અથાણાની કંપની, તેના ટર્ન ઓવર નો આંકડો સાંભળીને…

મિત્રો એક સ્ત્રી ધારે તો જગતનું કોઈ પણ અઘરું કામ કરી શકે અને આ વાત આજથી લગભગ 30 વર્ષ જૂની છે જ્યારે બુલંદ શહેરમાં રહેતા કૃષ્ણા યાદવ નો પરિવાર રસ્તા પર આવી ગયો હતો અને તેમના પતિએ એક ધંધો શરૂ કર્યો હતો તે ચાલતો ન હતો

અને પરિસ્થિતિ એવી બની કે જેઓ તે મકાનમાં રહેતા હતા તે મકાન પણ વેચવું પડ્યું અને ત્યારે આ બહેનને ત્રણ બાળકો હતા અને આજે બહેને એવી મહેનત કરીને ચાર કંપનીઓના માલિક છે જેનું વાર્ષિક ટર્ન ઓવર ચાર કરોડ રૂપિયાનું છે.

તેમના પતિ એ એમના સંબંધિત પાસેથી 500 રૂપિયા ઉછીના લઈને કામની શોધ માટે દિલ્હી ગયા પરંતુ ત્યાં ત્રણ મહિના સુધી ફરવા છતાં તેમને કામ ન મળ્યું એટલે આ બહેન પણ તેમના બાળકોને લઈને દિલ્હી ગયા ક્યાં ખેતર ભાડે લીધું અને શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું

અને ધીરે ધીરે તેમની કમાણી થવા લાગી પરંતુ શાકભાજી બગાડવાના કારણે પરિસ્થિતિ ખરાબ જ રહેતી હતી ત્યારે દુરદર્શન પર કૃષિ દર્શન નામના કાર્યક્રમમાં ખેડૂતોની આવક વધારવાના અનેક ઉપાયો જોયા જેમાં અથાણું બનાવવાની વાત કહેવામાં આવી.

ત્યારબાદ આ મહિલાએ શાકભાજી જે બચ્યા હોય તેનું અથાણું બનાવિને વેચવાનું વિચાર્યું અને બહેનના ઘરે નાનપણથી જ અથાણું બનાવવામાં આવતું હતું અને અને તેઓએ બેરોજગાર કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં જઈને મફતમાં અથાણું બનાવવાની તાલીમ લીધી

અને બે કિલો અથાણું બનાવ્યું પરંતુ વેચાતું ન હતું ત્યારે તેમના પતિ તેને દુકાને લઈ ગયો અને ત્યારે દુકાનવાળા ભાઈઓએ કહ્યું કે અમે ખુલ્લા અથાણા ખરીદતા નથી.ત્યારબાદ તેઓએ જ્યાં શાકભાજી વેચતા હતા ત્યાં અથાણું મૂક્યું અને જે કોઈ શાકભાજી ખરીદવા આવે તેમને અથાણું ચાખવા માટે આપતા હતા

અને આ સિલસિલો પાંચ વર્ષ સુધી ચાલ્યો અને ધીરે ધીરે તેમને ઓર્ડર મળવા મળ્યા અને પછી તેઓ ક્રિષ્ના અથાણા ની શરૂઆત કરી અને આજે એવી સફળતા મળી કે 4 કરોડથી વધારનું ટર્ન ઓવર કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*