ગયા ડિસેમ્બર મહિનામાં ગીર પંથકમાં એક અનોખા લગ્ન યોજાયા હતા જેના વિશે સાંભળીને તમે પણ આચાર્યચકિત થઈ જશો કારણ કે આ યુવાન અને યુવતી પોતાના મમ્મી પપ્પાની 50 મી એનિવર્સરીને અનોખી રીતે ઉજવવા
માટે તેમના માતા-પિતાના ફરીથી વિધિવત રીતે લગ્ન કરાવ્યા હતા.મીડિયા રિપોર્ટ દ્વારા મળતી માહિતી અનુસાર ગીર પંથકના મૂળ મરમઠ ગામના રહેવાસી અને ઈસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક નાથાભાઈ વાઢેરે 76 વર્ષની ઉંમરે
પોતાની પત્ની નિર્મળાબેન સાથે ફરીથી લગ્ન કર્યા અને તે પણ ગાંડી ગીરના જંગલ વચ્ચે.માથાભાઈ 2007 માં ઈસરોના વૈજ્ઞાનિક તરીકે સિનિયર અધિકારી તરીકે જોડાયા હતા અને તેમનો દીકરો વિપુલ અમેરિકાના ન્યુઝ જર્સીમાં રહે છે અને તેમની દીકરી અમદાવાદમાં રહે છે.
ભાઈ બહેને સાથે મળીને પોતાના માતા પિતાની એનિવર્સરી ને ખાસ રીતે ઉજવવા લગ્નનું આયોજન કર્યું અને ગિરના ખોળે અને વર્ષો પહેલાં જે રીતે લગ્ન થતા હતા તે જ પરંપરાતી 200 થી વધારે મહેમાનોની હાજરીમાં આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment