ફેવિકોલ એક એવી કંપની છે જે ભારતની સૌથી લોકપ્રિય કંપની છે. ફેવિકોલ કંપનીએ ગુંદર બનાવે છે જેનો ઉપયોગ સૌથી વધારે ફર્નિચરની વસ્તુ બનાવવામાં અને તૂટેલી વસ્તુઓને જોડવામાં થાય છે અને આજે આ કંપનીના માલિકની સફળતા વિશે જણાવશો જેના વિશે જાણીને તમે પણ ચોકી જશો.
ગુજરાતના બળવંત પારેખે પોતાની સફળતા માટે ખૂબ જ કડી મહેનત કરી પોતાનું ધ્યેય પ્રાપ્ત કરેલું છે. તે પટ્ટાવાળા થી આજે ફેવિકોલ કંપનીના ફાઉન્ડર છે. દરેક ક્ષેત્રમાં ગુજરાતીઓનો દબદબો છે ને આમ પણ ધંધાદારીઓ તો ગુજરાતીઓની ઓળખ છે.
કોઈપણ ગુજરાતી ધંધામાં ક્યારેય થાપ ન ખાઈ શકે અને આમ પણ સફળતા ગમે તે વ્યક્તિ ગમે તે હોદ્દા પર હોય તેમની મહેનતના કારણે થાય છે. બળવંત પારેખનો જન્મ 1925 માં ગુજરાતના મહુવા ગામે થયો હતો
અને તેમનો પરિવાર મધ્યમ વર્ગનો હતો અને તેઓ બાળપણથી જ વેપારી બનવાની ઈચ્છા ધરાવે છે.તેના પરિવારના લોકો તેને એમ પણ કહ્યું કે આપણે મધ્યમ વર્ગમાં જીવીએ છીએ આપણા માટે વેપાર સરળ નથી પરંતુ તેઓ ઇચ્છતા હતા
કે તેઓ વકીલ બને અને તે માટે મુંબઈ આવી તેને સરકારી લો કોલેજમાં એડમિશન લીધું અને પરિવારની ઈચ્છા મુજબ તેને વકીલાતનું ભણવાનું તો શરૂ કર્યું પરંતુ તેમનું મન બીજે હતું અને પછી તેઓએ લાકડાનું કામ કરવાવાળા વેપારીને
ત્યાં પટાવાળા તરીકે કામ કર્યું અને ત્યારે બે લાકડાને જોડવામાં ખૂબ જ સમસ્યા આવી રહી હતી.1959 માં તેઓએ એવું ગુંદર બનાવ્યું જે લાકડાની મજબૂતી તો જકડી રાખે પરંતુ પારેખ સાહેબની સફળતાને જકડી રાખી અને આજે સમગ્ર વિશ્વભરમાં મોટું નામ બનાવ્યું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment