ઉનાળાની શરૂઆત તથા દર વર્ષે લીંબુના ભાવ આસમાની સપાટીએ પહોંચી જતા હોય છે અને આ વર્ષે મોંઘવારીના સમયમાં લીંબુના ભાવ 200 રૂપિયાની આસપાસ પહોંચી ગયા હતા અને નિષ્ણાતો ત્યારે કહેતા હતા
કે હજુ આગામી સમયમાં લીંબુના ભાવ આસમાની સપાટી આંબી શકે છે. જોકે મિત્રો દુઃખની વાત એ હતી કે ખેડૂત મિત્રોને પૂરતા ભાવ મળતા ન હતા અને રાજ્યની બજારમાં લીંબુના ભાવ ખૂબ જ વધારે જોવા મળતા હતા.
ત્યારે હાલમાં અમારી પાસે જે સમાચાર અહેવાલ મળી રહ્યા છે તે મુજબ રાજકોટ માર્કેટયાર્ડ ની અંદર લીંબુના ભાવ ખેડૂતોને ખૂબ જ સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી કારણ કે એક મણ લીંબુ ના 2000 થી 2900 મળ્યા હતા
અને લીંબુની યાર્ડમાં આવક 270 ક્વીન્ટલ થઈ હતી અને સાથે સાથે આપણે જણાવી દઈએ કે હાલમાં રાજ્યમાં 150 થી 170 રૂપિયા સુધી પ્રતિ કિલોએ ભાવ બોલાવી રહ્યા છે.સાથે સાથે રાજ્યમાં કાચી કેરીની પણ ખૂબ સારી એવી આવક થઈ રહી છે
અને આપને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રની રાજકોટ યાર્ડમાં કેરીની 160 ક્વિન્ટલ આવક થઈ હતી અને કાચી કેરી ના ભાવ પણ ખેડૂતોને સારા મળી રહ્યા છે અને એક મણ કાચી કેરીના ખેડૂતોને 350 થી 650 રૂપિયા મળી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment