મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીનો એક સમય હતો જ્યારે તેનો સૂર્ય તપતો હતો. ત્યારબાદ તેમનો સમય ખૂબ જ ખરાબ થઈ ગયો કે તેઓ રોડ ઉપર આવી ગયા એવું કહેવાય તો પણ નવાઈ નહીં અને આજે તેમનો દીકરો જય અનમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી પોતાના બાપના ધીમા પડી ગયેલા વ્યવસાયનું સંચાલન કરવામાં મહેનત કરી રહ્યા છે
અને પિતાએ ખોયેલી ઇજ્જત અને ખોયેલી પરિસ્થિતિ પાછી મેળવવા માટે પુરા પ્રયાસ કરી રહ્યા છે અને બંને પુત્રોની મહેનત ધીમે ધીમે ફળી રહી છે. રિલાયન્સ કેપિટલ ને જાપાનને નીપોન પાસેથી પણ રોકાણ મળ્યું છે. આ પછી કંપનીઓના શેર વધી રહ્યા છે.
આટલું જ નહીં રિલાયન્સ પાવરના શેરમાં પણ વધારો થયો છે. તેની સીધી અસર તેની આવક અને નેટવર્થ બંને જોવા મળી રહ્યા છે.અનિલ અંબાણી ની કંપની રિલાઇન્સ પાવર છેલ્લા ઘણા દિવસોથી રોકાણકારોનો લાભ આપી રહી છે
અને આનું કારણ કંપની દ્વારા બેંકોનું લોનની ચુકવણી કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે દેવામાં ડૂબેલી રિલાયન્સ પાવર અને ધીરે ધીરે આગળ વધી રહી છે અને 1023 કરોડની લોન ચૂકવી દીધી છે અને જેના કારણે રોકાણકારો તેમના પર વિશ્વાસ મૂકી રહ્યા છે
અને હવે રિલાયન્સ પાવરના શેરમાં પણ દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે અને બંને દીકરાઓની મહેનત આજે પિતાની કિસ્મત બદલી રહી છે અને સખત મહેનતના કારણે આજે તેમના ધંધાની નેટવર્ક 2000 કરોડથી વધી છે. એવો મીડિયામાં આવવાનું પસંદ કરતા નથી અને આવનારા સમયમાં અનિલ અંબાણીની સંપત્તિ કેટલી થાય તે જોવાનું રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment