હાલમાં ચારેય તરફ ગરમીની ભારે કહેર જોવા મળી રહી છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા ફરી એક વાર મોટી આગાહી કરવામાં આવી છે અને આગાહીના કારણે ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
આપણે બધાને જણાવી દઈએ કે થોડાક સમય પહેલા અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી હતી અને ત્યારે ફરી એકવાર પરેશ ગોસ્વામીની બે દિવસ અગાઉ ચોકાવનારી આગાહી આવી છે જે ખેડૂતોને ચિંતામાં કદાચ મૂકી પણ શકે છે.
પરેશ ગોસ્વામી એ કહ્યું છે કે 2 થી 10 જુલાઈના સેશનમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે અને સાથે સાથે 17 થી 29 જુલાઈ નું જે સેક્શન હશે તે 12 દિવસનું હશે ને આ 12 દિવસ દરમિયાન ભયંકર ધોધમાર વરસાદ પડી શકે છે
અને આ વખતે 2024 માં ચોમાસું લાંબુ ચાલશે જેના કારણે ખેડૂતોનો પાક ખરાબ પણ થઈ શકે છે પરંતુ મૂળ તો આગાહી કરનાર માનવી અને આ કુદરતી વસ્તુ સામે કોઈનું નથી ચાલતું આવનારા સમયમાં ચોમાસુ કેવું પડશે ખેડૂતોના હિતમાં જ આવશે એવી ઈશ્વરને પ્રાર્થના.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment