હાલમાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તેમ છતાં બપોરે તો ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ગરમ હવા અને ભેજના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં અકળામણ અનુભવાય તેવી સંભાવના છે.
એપ્રિલમાં એક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ ના કારણે હવામાનમાં પલટાવી રહ્યા છે મહત્તમ તાપમાનમાં વધઘટ થઈ રહી છે અને ફરી એકવાર વરસાદ આવવાની સંભાવના છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે બુધવારથી રાજ્યમાં ગરમી વધવાની શક્યતા છે
અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી રેવાની શક્યતા છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.
આ તરફ સૌરાષ્ટ્રના ભાગોમાં 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતમાં 38 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે અને 18 થી 20 એપ્રિલ દરમ્યાન વેસ્ટન ડીસ્ટર્બન્સ સક્રિય થશે. બંગાળના ઉચ્ચ સાગર અને અરબ સાગરના ભેજના
કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું હવામાન અને ગાજવીજ સાથે અમુક ભાગોમાં હવામાન પલટો આવી શકે છે. અમુક જગ્યાએ છાંટા કે વરસાદ થઈ શકે છે અને કચ્છના ભાગો ઉત્તર ગુજરાત અને પંચમહાલના ભાગોમાં હવામાન પલટાની શક્યતા વધારે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment