પરસોતમ રૂપાલા ના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે જેને લઈને રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય મહા સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સંમેલનમાં ભાગ લેવા સમગ્ર ગુજરાત રાજ્ય ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતના
રાજ્યમાંથી પણ રાજપુત આગેવાનો પહોંચ્યા હતા અને રાજ શેખાવતથી લઈને મહિપાલસિંહ મકરાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાક્ષત્રિય મહાસંમેલનમાં ભાગ લેવા આવેલા હરપાલસિંહ ચુડાસમાએ કહ્યું કે તુફાન ભી રૂક જાયેગા જબ લક્ષ્ય હોગા સીને મેં.
ગુજરાતના ખૂણે ખૂણે આંદોલન ચાલી રહ્યું છે અને માંગણી નહીં સ્વીકારવામાં આવે તો રાજકોટ ના રાજપુતો દશા બગાડી નાખશે. માતા-પિતાનું રાવણે હરણ કર્યું ત્યારે ભગવાન શ્રી રામે લોકોને જોડતા જોડતા લંકા પહોંચ્યા હતા
અને લંકા પહોંચીને શ્રી રામ રાવણને કહેવડાવ્યું કે સીતા માતાને મૂકી જાય યુદ્ધ નથી કરવું આપણે જેટલા આવેદન આપવાના હતા એટલા આપી દીધા છે.19 તારીખે પાંચ વાગ્યા પછી ક્ષત્રિયો નો ગુસ્સો રૂપાલા સુધી સીમિત નહીં રહે.
ભાજપની વાત ન કરવા કહેવાયું પણ છાશ લેવા જેવી અને દોણી સંતાડવી તેવું થોડું ચાલે. આ કોઈ પાર્ટી નું નહીં અમારી માતા બહેનોની અસ્મિતા નું આંદોલન છે. ક્ષત્રિય મહાસંમેલનમાં કરનસિંહ ચાવડાએ કહ્યું કે રૂપાલા ની ટિકિટ રદ ન થઈ તો આ ઘોડો ગાંધીનગર પહોંચશે. તમારી માનો દૂધ પીધું હોય તો આ ઘોડાને પકડીને બાંધી લેજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment