મિત્રો સૌરાષ્ટ્રથી ખેડૂતોને ખુશ કરી દે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. આજે અમે તમને કપાસના ક્વિન્ટલદીઠ લેટેસ્ટ ભાવ જણાવવાના છીએ. હાલમાં આપણા ખેડૂતમિત્રો જે રાત દિવસ મહેનત કરે છે તેમને સંતોષ થાય તેવા કપાસના ભાવ બોલાઈ રહ્યા છે
અને મહેસાણા ની વિસનગર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ ઉચ્ચતમ સપાટી મહત્તમ સપાટીએ પહોંચી ગયા છે તો ચાલો આપણે નજર કરીએ.મહેસાણા ની વિસનગર માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7835 જ્યારે સરેરાશ ભાવ 6667 અને ન્યૂનતમ ભાવ 5500 જોવા મળી રહ્યો છે.
મોરબી માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7755 સરેરાશ ભાવ 7130 અને ન્યૂનતમ ભાવ 6505 જોવા મળ્યો છે.પાટણની સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7750 જ્યારે સરેરાશ ભાવ 7350 જ્યારે ન્યૂનતમ ભાવ 6850 જોવા મળ્યો છે.
અમરેલીની બગસરા માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ વધ્યો 7325 જ્યારે સરેરાશ ભાવ 6537 અને ન્યૂનતમ ભાવ 5750 રૂપિયા જોવા મળ્યો છે જ્યારે રાજકોટની જસદણ માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7650 સરેરાશ ભાવ 7200 અને ન્યૂનતમ ભાવ 6750 જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર ની હળવદ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 7545 જ્યારે સરેરાશ ભાવ 7375 અને ન્યૂનતમ ભાવ 6500 જોવા મળ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment