ગુજરાત રાજ્યમાં ભર ઉનાળે એટલે કે એપ્રિલ મહિનામાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સ ના કારણે ગુરૂવારના દિવસે તો વાતાવરણમાં પલટો આવ્યો હતો પરંતુ આવનારા દિવસોમાં રાજ્યમાં છૂટો છવાયો વરસાદ થાય
અને તેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે.હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તેમના youtube વીડિયોમાં માહિતી આપતા જણાવ્યું કે આજથી માવથાની તીવ્રતામાં વધારો થશે.13 તારીખે કચ્છ જિલ્લામાં માવથાની તીવ્રતા સૌથી વધારે રહેશે.
આજે વહેલી સવારેથી કચ્છમાં અતી ઘાટા વાદળો છવાઈ જશે અને માવઠા ના ઝાપટા શરૂ થઈ જશે.ઉપરાંત ઉપરાંત સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગો જેમકે દ્વારકા જામનગર પોરબંદરમાં આજે અતિ ઘાટા વાદળો થશે અને સાથે જ અહી માવઠાના ઝાપટા પડે તેવી શક્યતા છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ જુનાગઢ ગીર સોમનાથના ઘણા ભાગોમાં હતી ઘાટા વાદળો જોવા મળી શકે છે જ્યારે બપોર પછી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.ઉત્તર ગુજરાતના ભાગો મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના વિસ્તારોમાં અતિ ઘાટા વાદળો જોવા મળશે
અને અમુક જગ્યાએ માવઠાનો વરસાદ જોવા મળશે. 14 અને 15 તારીખે માવઠાની તીવ્રતા વધશે. આમાં પણ પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં સૌથી વધારે અસર રહેશે. જ્યારે ઉત્તર ગુજરાતના બાકીના વિસ્તારોમાં બહુ ખતરો નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment