મિત્રો આવતીકાલે રાજ્યના ઘણા ભાગોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી સાથે વરસાદ થવાની શક્યતા છે અને અંબાલાલ પટેલે 13 એપ્રિલ થી લઈને 15 એપ્રિલ વચ્ચે આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરી છે. 16 એપ્રિલ થી રાજ્યના ભાગોમાં ગરમીનું વાતાવરણ ફરી એકવાર વધશે
અને ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે અને 24 મેથી છ જૂન વચ્ચે રાજ્યના ઘણા બધા ભાગોમાં રોહિણી નક્ષત્ર નો વરસાદ થવાની શક્યતા છે. 14 જૂન આસપાસ રાજ્યમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વિધિવત રીતે વરસાદ શરૂઆત થશે. રાજ્યમાં આ વર્ષે ચોમાસુ સારું રહેવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
દિલ્હીનું તાપમાન સતત વધી રહ્યું છે ત્યારે રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીની આસપાસ રહ્યું છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ ગામે 48 કલાક દરમિયાન દેશના ઘણા રાજ્યમાં વરસાદ પડી શકે છે અને 13 એપ્રિલે જમ્મુ કશ્મીર પંજાબ હરિયાણા ચંદીગઢ
અને પશ્ચિમ રાજસ્થાનમાં છુટા છવાયા વિસ્તારોમાં વરસાદ પડશે અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં 14 એપ્રિલે વરસાદ અને કરા પડી શકે છે અને ઉનાળાની અંદર પણ વરસાદ પડે જેના કારણે ઉનાળુ પાક પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment