ગુજરાત રાજ્યમા વીજળીના ગાજવીજ અને કરા સાથે વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં…

ગુજરાત રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે રાજ્યના શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી ગયું છે અને ગુજરાત રાજ્યમાં ગરમીની સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આપને મિત્રો જણાવી દઈએ કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે

અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં 13 એપ્રિલ, 14 એપ્રિલ અને 15 એપ્રિલના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 13 થી 15 એપ્રિલ સુધી વરસાદ થવાની સંભાવના છે અગાઉ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી

પરંતુ આ જિલ્લાઓમાંથી મોટો ફટકો ટળ્યો છે. આવનારા દિવસોમાં જિલ્લાઓમાં વરસાદની આગાહી છે ને આપને જણાવી દઈએ કે ગઈકાલે ઘણા શહેરોમાં વરસાદ પણ પડ્યો છે જે આપણે સમાચારમાં વાચ્યું હશે અથવા સાંભળ્યું હશે.

આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર ના વિસ્તારોમાં માવઠો આવી શકે છે જો કોઈ ખેડૂતોએ ઉનાળુ પાક કર્યું હશે તો તેને નુકસાન થવાનીભીતી છે તો આવનારા સમયમાં અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી હવામાન વિભાગ મોસમ વિભાગના વૈજ્ઞાનિકો દ્વારા જે કોઈ આગાહી કરવામાં આવી છે તે સાચી પડે છે કે ખોટી તે સમય બતાવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*