આપણે બધા જાણીએ છીએ કે થોડાક સમય પહેલા જ અબુધાબીમાં પહેલું હિન્દુ મંદિર બન્યું છે અને અહીં માત્ર સ્વામિનારાયણ ધર્મને અનુસરવા વાળા જ નહીં પરંતુ સમગ્ર હિન્દુ ધર્મના લોકો ભગવાનના દર્શન કરવા માટે જાય છે
અને આ મંદિરે નહીં માત્ર સ્વામિનારાયણ ભગવાન પરંતુ રાધાકૃષ્ણજી ભોળાનાથજી હનુમાનજી ગણેશજી ઉપરાંત તમામ હિન્દુ દેવી-દેવતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. દુબઈ જતા ભારતીયો અબુધાબીના આ વિશાળ મંદિરમાં દર્શન કરવા માટે જાય જ છે
ને આપને જણાવી દઉં કે baps સંસ્થાના ગુરુ મહંત સ્વામી મહારાજના હસ્તે મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આપ સપનું પરમ પૂજ્ય સ્વર્ગસ્થ પ્રમુખસ્વામી મહારાજ એ જોયું હતું જે આજે પૂરું થયું છે.બોલીવુડના અભિનેતા એવા અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ
આ દિવસોમાં બડે મિયા છોટે મિયાના પ્રમોશનમાં ખૂબ જ વધારે વ્યસ્ત છે ત્યારે તેઓ અબુધાબી પહોંચ્યા હતા અને ત્યારે ફિલ્મની રિલીઝ પહેલા બંને કલાકારોએ અબુધાબીમાં બનેલા પ્રથમ બીએપીએસ મંદિરમાં પ્રાર્થના કરી હતી
સાથે જ તેમને સ્વામીજીના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ પણ લીધા હતા અને સ્વામીજીએ તેમને આ વિશાળ બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિરની મુલાકાત કરાવી હતી અને ભગવાનના દર્શન પણ કરાવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment