હાલમાં મિત્રો ગરમીની સિઝનમાં પણ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ને હાલમાં હવામાન નિષ્ણાંતોથી લઈને હવામાન વિભાગ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી રહી છે ત્યારે વરસાદી વાતાવરણ વચ્ચે રાજ્યમાં જોરદાર માવઠું વરસી શકે છે. જેના કારણે ખેડૂત મિત્રોએ સાવધાન રહેવાની જરૂર છે.
સતત બદલાઈ રહેલા વાતાવરણની અસર ખેતીના પાક પર જોવા મળશે અને આ સાથે મિક્સ ઋતુના કારણે વાતાવરણમાં માંદગીમય રહે તેવી શક્યતા છે. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગના વૈજ્ઞાનિક આગામી સાત દિવસ હવામાન અંગે અપડેટ આપી રહ્યા છે અને તેમનું કહેવું છે કે
આગામી બે દિવસ દરમિયાન ગરમીનો પ્રકોપ ઓછો થશે અને 13 થી 16 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વરસાદની સંભાવના છે.તેમના જણાવ્યા અનુસાર 24 કલાક બાદ ગરમીના પારા માં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહી શકે છે
અને ઉપરાંત રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટ ડીસામાં નોંધાયું છે. રાજકોટ ડીસામાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું સાથે તેમને વરસાદ અંગે પણ સંભાવના વ્યક્ત કરી હતી.હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 13 થી 16 એપ્રિલ દરમિયાન સામાન્ય વરસાદની પણ આગાહી કરી છે
અને જેમાં કચ્છ ગીર સોમનાથ સુરત નવસારી વલસાડ દાહોદ છોટાઉદેપુર નર્મદામાં વરસાદની સંભાવના છે અને મહત્વનું છે કે હવામાન વિભાગની જેમ જાણીતા હવામાન શાસ્ત્રીએ પણ આગામી દિવસોમાં વરસાદની શક્યતા દર્શાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment