મિત્રો રાજકોટ થી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં રાજકોટના ધોરાજી નજીક ભાદર નદીના પુલમાં કાર ખાબકતા ચાર લોકોના દર્દનાક મોત થયા છે. કાર રેલિંગ તોડીને ડેમમાં ખાબકી હતી જ્યારે કાળનું ટાયર ફાટતાં અકસ્માત થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે
અને અકસ્માતમાં જીવ ગુમાવનાર તમામ મૃતકો ધોરાજીના રહેવાસી હોવાની માહિતી આપણને સામે મળી રહે છે.ઉપલેટા હાઇવે ઉપર રોયલ સ્કૂલ પાસે ભાદરના પુલ ઉપરથી કારખાબપતા ત્રણ મહિલા સભ્યો સહિત ચાર લોકોના ઘટના સ્થળે કરુણ મૃત્યુ થયા છે અને અકસ્માતની માહિતી મળતા પોલીસ અને 108 ની ટીમનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો
અને ઘવાયેલા તેમજ મૃતકોના મૃતદેહો ધોરાજી હોસ્પિટલ ખસેડ્યા હતા અને બનાવના પગલે સમગ્ર પંથકમાં હારે રાતે ફેલાય છે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ભાદર નદીમાં પડેલી કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી છે તેમજ ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓ હોસ્પિટલ જોડી આવ્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા અનુસાર તક ના નામ 55 વર્ષીય સંગીતાબેન ખોયાણી, 52 વર્ષીય લીલાવતીબેન ઠુંમર જ્યારે 55 વર્ષીય દિનેશભાઈ ઠુમ્મર અને 22 વર્ષથી હાર્દિકબેન ઠુંમર હોવાનું સામે આવ્યું છે. આ ગાડી ધોરાજી તરફ આવી રહી હતી ત્યારે કોઈ કારણોસર કાર ભાદર ડેમમાં પડી જતા અકસ્માત સર્જાયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment