ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપે લોકોને ગભરાવી દીધા છે. આ વખતે સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભાવનગરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે અને પાંચ કિલોમીટર ની ઊંડાઈએ 3.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પહેલા એક ફેબ્રુઆરીએ કચ્છ જિલ્લામાં ભૂકંપ આવ્યો હતો.
મંગળવારે રાતે જ્યારે લોકો જમીને ઉંઘવાની તૈયારીઓ કરી રહ્યા હતા તે દરમિયાન હુકમના આંચકા અનુભવાતા લોકો ગભરાઈને ઘરની બહાર દોડી ગયા હતા.26 ઓગસ્ટ 2001માં ગુજરાતના કચ્છમાં આવેલા ભૂકંપ છેક અમદાવાદ સુધી તારાજી સરજી હતી અને આ પછી ભૂકંપના સામાન્ય આંચકા પણ લોકો માટે ડરનું કારણ બની રહ્યા છે
અને આ વખતે આવેલા ભૂકંપ અંગેની માહિતી આપીને ભારતના સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ જણાવ્યું કે 9 તારીખે રાત્રે 9:52 વાગ્યા આજુબાજુ ભૂકંપ આવ્યો હતો જેનું લેટીટ્યુડ 21.57 અને લોંગીડયુડ 72.04 હતું.એક બાજુ લોકો સૂવાની તૈયારી કરી રહ્યા હતા
અને લોકો ઘરની બહાર હતા ત્યારે જ હુકમ અનુભવાયો હતો જે લોકો ઘરમાં હતા તે ભૂકંપની જાણ થતા તાત્કાલિક ઘરની બહાર દોડી ગયા હતા અને ઘણા લોકોને 2001માં આવેલા ભૂકંપની પણ યાદ આવી ગઈ હતી પરંતુ આપને જણાવી દઈએ કે ચિંતા નો વિષય નથી કારણકે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી હજુ સુધી આ મામલે કોઈ નુકસાન કે જાનહાનિની વિગતો સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment