રાજ્યના હવામાન નિષ્ણાંત અને ખાસ ખેતીના જાણકાર પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આખરી ગરમી કમોસમી વરસાદની સંભાવનાઓ સાથે પરેશ ગોસ્વામી એ તારીખો જણાવી છે પહેલા ગુજરાતમાં હીટ વેવનો રાઉન્ડ અને માવઠું થવાની સંભાવનાઓ હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે
અને ઊંચા તાપમાનના કારણે વાદળ બંધાવવાની પ્રક્રિયા અને પછી માવઠું થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાય છે.ઉનાળાની ગરમીમાં ટીપું વરસાદનો દેખાય ત્યારે પરેશ ગોસ્વામી જણાવે છે કે રાજ્યમાં આજરોજ ઊંચું તાપમાન રહેવાના કારણે આવનારા દિવસોમાં વાતાવરણમાં પલટો આવશે
અને આવતીકાલે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે અને હવામાનમાં પલટો આવશે ને માવઠા વરસાદ થવાની સંભાવના છે. 13 તારીખ સુધી રાજ્યમાં હીટ વેવ નો રાઉન્ડ જોવા મળી શકે છે જેમાં 13 થી 16 તારીખ દરમિયાન રાજ્યમાં છુટા છવાયા માવઠાની સંભાવનાઓ છે
જોકે આ માવઠા ભારે નહીં હોય પરંતુ મધ્યમથી ભારે ઝાપટા થવાની શક્યતા છે. માવથાની અસર રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વધુ જોવા મળે તેવી સંભાવનાઓ પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment