છેલ્લા ઘણા સમયથી સુરાપુરા ધામ ભોળાદ શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. સમગ્ર ગુજરાત ભરમાંથી લોકો સુરાપુરા ધામ દાદાના દર્શન કરવા માટે જાય છે અને કહેવાય છે કે દાનભા બાપુ ના આશરે આવેલા કોઈપણ લોકો ભૂખ્યા નથી જતા અને બાપુ તેમનું દુઃખ પી લે છે અને સુખમાં વરસાદ કરે છે.
ત્યારે હાલમાં સુરાપુરા ધામ ભોળાદ ના એક ભગત નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેઓ આપઘાત કરવાના એક દિવસ પહેલા હીરાની ઓફિસમાં વિડીયો બનાવે છે અને તેમાં સુરાપુરા ધામના દાનભા બાપુ વિશે માનદાયક શબ્દમાં બાપુને પ્રશ્ન પૂછે છે.આ વિડીયો બનાવનાર વ્યક્તિનું નામ શું છે તે તો જાણી શક્યા નથી
પરંતુ તે વીડિયોમાં કહે છે કે દાનભા બાપુ તમને ખાસ જણાવવાનું કે હું ભોળાદ આવેલો હતો અને ત્યાં હું ત્રણ દિવસ રહ્યો હતો અને ત્યારબાદ મારો વારો આવ્યો હતો અને તમે મને કહ્યું હતું કે દોઢ મહિનાનો વડાદ આપ્યો હતો અને હવે તે વડાદ પૂરો થયો નથી. તમે તો બાપુ જાહેર કાર્યક્રમમાં કહો છો કે હું પાંચ વર્ષ પછી શું થવાનું છે
તે જાણું છું તો તમે મારું આ દુઃખ કેમ નથી જાણી શક્યા.આ વ્યક્તિ લેણાથી અને ઘરના પરિવારના લોકો હેરાન થતા હતા એટલા માટે બાપુના આશરે ગયા હતા અને તેમનું કામ પૂર્ણ ન થતા અને દિવસે ને દિવસે પરિસ્થિતિ ખરાબ અને ટેન્શન વધતા છેલ્લે તેઓએ આ વિડીયો બનાવીને આપઘાત કર્યા હોવાનું કહે છે.
ત્યારબાદ આ વ્યક્તિ આપઘાત કર્યો કે નહીં તેની પણ માહિતી આપણી પાસે નથી પરંતુ આપણે લોકોએ ભગવાન પણ શ્રદ્ધા રાખવી જોઈએ પરંતુ અંધશ્રદ્ધામાં ક્યારેય ન જવું જોઈએ. આ વીડિયોમાં લોકો કોમેન્ટ કરીને તે જ કહી રહ્યા છે કે તમે તમારી કુળદેવી તમારા ઈશ્વરને માનો ક્યારેય પણ ભુવા ડાકલાઓમાં માનવું જોઈએ નહીં.ગમે તે સમસ્યાનું નિરાકરણ ક્યારેય આત્મહત્યા
હોતું નથી અથવા તો કોઈ ભુવા પાસે જવું યોગ્ય હોતું નથી. જો આ વ્યક્તિએ આત્મહત્યા કરી છે તો આની પાછળ જવાબદાર કોણ તમે જલ્દીથી કોમેન્ટ કરો અને અમે આ વીડિયોની પુષ્ટિ કરતા નથી અથવા તો અમે સુરાપુરા ધામ ભોળાદ ને બદનામ કરવા માટે કોઈ પગલું ભરતા નથી. અમે સત્યની સાથે છીએ સાચાઓની સાથે છીએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment