આજે 2024 નું સૌથી પહેલું અને લાંબુ સૂર્યગ્રહણ, 54 વર્ષ બાદ જોવા મળશે આ ગજબનો નજારો…

આજે વર્ષ 2024 ના પહેલા અને લાંબા સૂર્યગ્રહણ નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સૂર્યગ્રહણ ને જ્યોતિષશાસ્ત્રમાં અશુભ ઘટના માનવામાં આવે છે પરંતુ આ સૂર્યગ્રહણ અમેરિકા માટે શુભ સંકેત લઈને આવ્યું છે. કહેવાય રહ્યું છે કે આ સૂર્યગ્રહણ અમેરિકાને મંદિરમાંથી ઉગાર છે અને આ સૂર્ય ગ્રહણ અમેરિકાની અર્થવ્યવસ્થાને નવી પાખો આપવા જઈ રહ્યું છે.

અમેરિકામાં કરોડો લોકો 8 એપ્રિલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જ્યારે ચંદ્ર થોડી ક્ષણો માટે સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દેશે. 4 કલાક 25 મિનિટનું આ સૂર્યગ્રહણ છેલ્લા 50 વર્ષમાં સૌથી લાંબુ સૂર્યગ્રહણ હશે. અમેરિકામાં લોકો આ ખગોળીય ઘટનાના દિવાના બની રહ્યા છે. તેની પાછળનું કારણ એ છે કે આગામી 20 વર્ષમાં આટલું લાંબુ અને સ્પષ્ટ સૂર્યગ્રહણ અમેરિકામાં નહીં થાય.

આ જ કારણ છે કે લોકો તેને નજીકથી જોવા માંગે છે.કહેવામાં આવી રહ્યુ છે કે આવુ સૂર્યગ્રહણ 54 વર્ષ પછી દેખાયુ છે અને 2078 સુધી આવો નજારો જોવા નહીં મળે. 154 મીટર પહોળી ચંદ્રની છાયા ધરતી પર પડશે અને દિવસે જ અંધારુ છવાઇ જશે.ટેક્સાસ, ઓક્લાહોમા, મિઝોરી, ઇલિનોઇસ, ઇન્ડિયાના, મિશિગન, અરકાનસાસ, ટેનેસી, કેન્ટુકી, ઓહિયો, પેન્સિલવેનિયા, ન્યુયોર્ક,

વર્મોન્ટ, ન્યુ હેમ્પશાયર, મેઈન અમેરિકાના એવા શહેરો છે જ્યાં સંપૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળશે. આ શહેરોમાં લગભગ સાડા ચાર મિનિટ સુધી દિવસ રાતમાં ફેરવાઈ જશે.સૂર્યગ્રહણના કારણે અમેરિકાના ઘણા શહેરોમાં હોટલની માગ 1200 ગણી વધી ગઈ છે. ટ્રાન્સપોર્ટ કંપનીઓએ ગ્રહણના સ્થળો માટે ખાસ પેકેજ જારી કર્યા છે.

ઘણા શહેરોમાં સારી હોટેલમાં રૂમનું ભાડું $120 છે, જ્યારે 8 એપ્રિલે રૂમનું ભાડું $1585 સુધી પહોંચી ગયું છે. પાથ ઓફ ટોટાલિટીમાં સ્થિત શહેરોમાં એરબીએનબીની 90 ટકા હોટલ બુક કરવામાં આવી છે. ઈન્ટરનેટ પર એરબીએનબી હોટલની શોધમાં 1000 ગણો વધારો થયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*