ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમીનું તાપમાન વધી રહ્યું છે અને ગરમીના કારણે લોકો બપોરે શેરડીનો રસ પીવાનું વધારે મહત્વ રાખે છે અને બહાર જવાનું પણ તાળે છે. હાલમાં ગરમી વચ્ચે હવામાન નિષ્ણા અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે
અને તેઓએ અમદાવાદમાં હવામાનનો પલટો આવશે તેવી વાત કરી છે.12 થી 15 એપ્રિલે ગુજરાતના ઘણા બધા ભાગોમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી થશે અને ગુજરાતમાં આંધી ગાજવીજ કરા અને તોફાન થશે. ગરમીનો પારો પ્રીમોનસુન એક્ટિવિટી દરમિયાન નીચો જશે.
આ ઉપરાંત તેમને આગળ જણાવ્યું કે 20 એપ્રિલથી વાદળો છતાં ગરમી વચ્ચે અને 27 એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં 43 ડિગ્રીથી વધુ તાપમાન થશે. ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી વધારે થશે.કચ્છના ભાગોમાં ગરમીમાં વધારો થશે અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે
જેમાં આગામી પાંચ દિવસમાં રાજ્યમાં વાતાવરણ સૂકો રહેવાની અને 10 એપ્રિલે વેસ્ટન ડીસ્ટર્બન્સ ની શરૂઆત થવાની આગાહી કરાઈ છે. 10 અને 11 એપ્રિલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે અને માવઠા બાદ રાજ્યમાં સરેરાશ તાપમાન 43 ડિગ્રી જોવા મળી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment