જો મિત્રો ગુજરાતી લોકોને સવાર સવારમાં ચા સાથે ગરમાગરમ ગાંઠિયા મળી જાય તો તેમનો દિવસ જ કંઈક અલગ થઈ જાય પરંતુ ઘણા લોકોને ખબર નહીં હોય કે એક મંદિર એવું છે જ્યાં માતાજીને ગાંઠિયા અર્પણ કરવામાં આવે છે.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં ખોખલી માતાજીનું મંદિર આવેલું છે અને અહીં વર્ષો જૂની માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ સુરતના કાપોદ્રા વિસ્તારમાં ખોખલી માતાજીનું મંદિર આવેલું છે અને અહીં વર્ષો જૂની માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ ને ઉધરસ કે કપની તકલીફ હોય
અને તે મંદિરમાં આવીને માનતા માને તો તેમનો આ રોગ દૂર થઈ જાય છે અને ત્યારબાદ તેઓ માતાજીને પ્રસાદ રૂપે ગાંઠિયા અર્પણ કરે છે.સુરતમાં ઘણા બધા માતાજીના મંદિરો છે જેનું પોતાનું આગવું મહત્વ હોય છે ત્યારે ખોખલી માતાજીનું મંદિર જે પાલે પણ અંબિકા નિકેતન પાસે આવેલું છે
જે સો વર્ષ કરતાં વધારે જૂનું છે અને લોકો અહીં ઉધરસ કે ખાંસીની માનતાઓ રાખે છે અને કહેવાય છે કે આ મંદિર પાસે પહેલે કૂવો હતો જે લોકોને કોઈ બીમારી કે ખાંસી થાય ત્યારે તેનું પાણી પીવડાવવામાં આવે તો તેમની ખાસી કે બીમારી સારી થઈ જતી હતી.
સાથે સાથે ઉપર તમને વાત કરી કે સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં પણ ખોખરી માતાજી વર્ષોથી પ્રગટ થયા છે અને છેલ્લા 15 વર્ષથી સાગર સોસાયટીની બાજુમાં તેમને સ્થાપિત કરવામાં આવ્યા છે અને અહીં પણ લોકો ઉધરસ કે કફના રોગોથી પીડાતા હોય તો અહીં માતાજીની માનતા માનવા અને માનતા પૂરી કરવા માટે આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment