બોગસ ડિગ્રી બનાવીને વિદેશ જવા વાળા ચેતી જજો..! સુરતના કતારગામ વિસ્તારમાં બોગસ ડિગ્રી અને માર્કશીટ બનાવનાર રેકેટનો પર્દાફાશ

મિત્રો મળતી માહિતી મુજબ સિંગણપુર પોલીસ સ્ટેશનના વેડ રોડ વિસ્તારમાં શ્રીજી નગર સોસાયટીના ભરતભાઈ અરજી કરી હતી કે તેમના દીકરા ને વિદેશ જવા માટે તેઓએ ધોરણ 12 પાસ નું સર્ટિફિકેટ ખૂબ જ જરૂરી હતું એટલા માટે તેમને કતારગામ ને વિદેશ જવા માટે તેઓએ ધોરણ 12 પાસ નું સર્ટિફિકેટ ખૂબ જ જરૂરી હતું

એટલા માટે તેમને કતારગામ ના આંબા તલાવડી વિસ્તારમાં ઝિક્રોન પ્લસ સ્થિત યસ એજ્યુકેશન એકેડમીમાં પૈસા ભરીને ધોરણ 12 ની પરીક્ષા કેરલ રાજ્ય બોર્ડમાં ઓનલાઇન આપી હતી. જ્યારે તેમનો છોકરો કેરળ સર્ટિફિકેટ માં સિક્કા કરાવવા માટે ગયો ત્યારે તેને ખબર પડી કે આ બોગસ છે.

સીંગણપુર પોલીસ મથકના વુમન પીએસઆઇ એસપી ડાભીએ અરજની તપાસ કરતા તેમાં હકીકત જાણવા મળી કે જીકરોન પ્લસ દુકાન નંબર 106 માં રેડ કરી અને ત્યાં પોલીસે નિલેશ મગનભાઈ સાવલિયા ની ધરપકડ કરી હતી ત્યાં ટેબલ ઉપર કેટલાક સર્ટિફિકેટ માર્કશીટ અને ઓફિસના ટેબલ અને ખાનામાં કબાટમાં જુદી જુદી યુનિવર્સિટી

બોર્ડ અને ઇન્સ્ટિટયૂટ ના 137 ડ્રાઇવ,મેમરી કાર્ડ, લેપટોપ, પ્રિન્ટર,પેન ડ્રાઈવ શહીદ નો 51,100 મુદ્દામાલ કબજે કર્યો હતો.આપને જણાવી દઈએ કે આ રેકેટમાં સામેલ અન્ય આરોપીને ઝડપી પાડવા માટે બે ટીમ દિલ્હી અને સેલવાસા રવાના થાય છે. આજના સમયમાં વિદેશ જઈને પૈસા કમાવાની ઘેલછામાં ઘણા લોકો બોગસ ડિગ્રી અને સર્ટિફિકેટ કઢાવતા હોય છે ત્યારે તે લોકોને નથી ખબર કે ખોટું એ ખોટું જ્યારે પણ પકડાશે ત્યારે તેનું પરિણામ ખૂબ જ ખરાબ હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*