જામનગરના જૈન સમાજના ઇતિહાસમાં લગભગ 1 ઘટના કહી શકાય કે જેમાં ત્રણ ત્રણ પેઢીએ એક સાથે સંસારનો ત્યાગ કરીને સ્વયંના માર્ગે ચાલવાનું નક્કી કર્યું છે. આ ત્રણેય દીક્ષાર્થીઓની જામનગરમાં વરસીદાન ની શોભાયાત્રા યોજાયા બાદ
જૂનાગઢ ખાતે ત્રણેય પેઢીઓ એક સાથે દીક્ષા ગ્રહણ કરી હતી. ત્રણ પેઢીની જુનાગઢ તળેટી મધ્ય ગિરનાર દર્શન ધર્મશાળામાં દીક્ષા યોજાતા ભાવદ્રશ્ય પણ સર્જાયા હતા અને આજીવન તપ આરાધક ગિરનાર તીર્થોધારક પૂજ્ય આચાર્ય ભગવંત
શ્રી હેમવલ્લભ સૂરીશ્વરજી ચરણે જીનશાસન સમર્પિત થશે.અજીતકુમાર શાંતિલાલ શાહ ની ઉંમર વર્ષે છે અને તેઓનું મૂળ વતન શીહોર હાલ જામનગરમાં રહે છે અને સાથે જ ઈલેક્ટ્રિકલ એન્જિનિયર, ગુજરાત વિદ્યુત બોર્ડમાં કાર્યપાલક
ઇજનેર તરીકે નોકરી કરતા હતા અને હાલમાં તેઓ નિવૃત્ત જિંદગી અને અભ્યાસમાં પ્રવૃત્ત રહે છે. જ્યારે સમયના માર્ગે વળેલા અજીત કુમારના પુત્ર કૌશિક અજીતભાઈ શાહ ની ઉંમર 22 વર્ષની છે અને તેઓ જામનગરમાં સિવિલ એન્જિનિયરની કારકિર્દીની શરૂઆતમાં આર્મીના બાંધકામ ક્ષેત્રમાં કાર્યરત હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment