મિત્રો મહાશિવરાત્રીનો તહેવાર ગયો હજી તેના થોડાક જ દિવસો થયા છે ત્યારે આજે અમે મહાશિવરાત્રીના તહેવાર પર જૂનાગઢના ભવનાથ વિશે જાણીતી અજાણીતી વાતો કરવાના છીએ. જૂનાગઢના ભવનાથમાં રવેડી બાદ મુર્ગી કુંડ માં સાધુ સંતોના સાહી સ્નાન સાથે મહાશિવરાત્રીનો મહામેળો સંપન્ન થતો હોય છે
ત્યારે મહાશિવરાત્રીના દિવસે રાત્રે ભવનાથ તળેટી ક્ષેત્રમાં સાધુ સંતો પોતાની પરંપરાગત રીતે રવેડી કાઢી હતી જે ભવનાથ પહોંચ્યા બાદ રાત્રે 12 વાગ્યે ભવનાથ મંદિરે મહા આરતી થઈ હતી અને ત્યારબાદ સાધુ સંતોએ મુર્ગીકુંડમાં સ્નાન કર્યું હતું.રવેડી નિહાળવા માટે ભવનાથમાં જાણે કે ભક્તોનો મહાસાગર ઉમટીઓ હોય
તેવા દ્રશ્યો ત્યારે જોવા મળ્યા હતા અને હર હર મહાદેવના નાજ સાથે ભવનાથ તળેટી ગુંજી ઉઠી હતી અને સાધુ-સંતોના શાહી સ્નાન સાથે જ મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ થયો હતો અને લગભગ 11 લાખ જેટલા લોકો મહાશિવરાત્રીના મેળામાં પધાર્યા હતા.
મિત્રો મુર્ગીકુંડમાં સંતોનું શાહી સ્નાન જોવું એ તો ભાગ્યની વાત છે પરંતુ આજે ટેકનોલોજીના સમયમાં કોઈ પણ વસ્તુ મુશ્કેલ નથી અને ઇન્ટરનેટ આવ્યા બાદ ઘરે બેઠા બેઠા પણ આપણે ઈશ્વરના દર્શન કરી શકતા હોઈએ છીએ ત્યારે કહેવાય છે કે
આ મેળામાં મુર્ગી કુંડ માં સંતો જ્યારે શાહી સ્નાન કરવા જાય તેમાંથી અમુક સંતો બહાર જ આવતા નથી અને આને આપણે એક ચમત્કાર જ કહી શકીએ. ત્યારે દોસ્તો જય ગિરનારી બોલતા જાઓ અને આ સ્નાનના દર્શન કરતા જાવ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment