પાટણના સરસ્વતી તાલુકાના ઉદરા ગામે અનોખું મામેરુ જોવા મળ્યું હતું.જ્યાં કન્યાના લગ્નમાં ઢોલ નગારા અને ડીજેના તાલે આખું ગામ મામેરુ ભરવા પહોંચ્યું. શિલ્પા નામની દીકરી ના લગ્ન નક્કી થયા અને પિયરમાં કોઈ હતું નહીં મતલબ કે પિતા અથવા ભાઈ માંથી કોઈ પણ હતું નહીં.
માતાને દીકરીના મામેરાની ચિંતા થઈ અને માતાએ ગામના મંદિરમાં કંકોત્રી મૂકી અને મામેરૂ ભરવા અરજ કરી. ભગવાને જ્યારે દીકરીની અરજ સાંભળી અને આખું ગામ એકઠું થયું અને દીકરીનું મામેરુ ભરવા સમગ્ર સમાજ એક થયો. દીકરી શિલ્પા ને સાડા સાત લાખ રૂપિયાનું મામેરું કર્યું.
ઢોલ નગારા ને ડીજેના તાલે આખે આખું ગામ મામેરામાં જોડાઈ અને એવા નાચ્યા ગામના લોકો કે જાણે પોતાના ઘરે જ મામેરુ હોય.આખા ગામને મામેરુ લઈને આવતા જોઈને કન્યાની આંખમાંથી આંસુડા નીકળી ગયા કારણકે આ એ સમય હતો જ્યારે પિતાની અને ભાઈ ની ખોટ આ ગામના તમામ ભાઈઓ અને બાપે પુરી કરી.
આ ગામના સંસ્કાર હશે તેની ખાનદાનીને અમારી ટીમ કોટી કોટી વંદન કરે છે કારણ કે આ કાર્ય માત્ર ધન હોવાથી નથી કરી શકતો પરંતુ મા બાપના સંસ્કાર પણ આમાં ડિપેન્ડ કરે છે.ગામની મહિલાઓ તો મોંઘી મોંઘી સાડીઓ અને મોંઘા
ઘરેણા પહેરીને પોતાની નણંદના ઘરે જાણે મામેરુ લઈને જતા હોય એવા તૈયાર થયા હતા અને નોર્મલી મામેરામાં આપણે ઢોલ નગારા જોતા હોઈએ છીએ પરંતુ આ મામેરામાં તો ડીજે અને મોંઘી મોંઘી ગાડીઓ પણ સામે હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment