રાજસ્થાનના તમામ પેટ્રોલ પંપ આજરોજ રવિવારે બંધ રહેશે કારણ કે રાજસ્થાન પેટ્રોલ ડીલર એસોસિયન દ્વારા જાહેર કરવામાં આવેલ પરચેઝનો સેલ હડતાલના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલના ઊંચા ભાવના વિરોધમાં અને પેટ્રોલ પર વેટ ઘટાડવાની માગણી માટે હડતાલ કરવામાં આવી છે. રાજસ્થાન પેટ્રોલ ડીલર્સ એસોસીએશનના ખજાનચી સંદીપભાઈએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું કે ભાજપ સરકાર પેટ્રોલના ભાવ ઘટાડશે
પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.તેમને કહ્યું કે પેટ્રોલના ઊંચા ભાવના કારણે 33 ટકા પેટ્રોલ ટ્રેડ ડીલરો બંધ થવાને આરે છે ત્યારે રાજસ્થાનમાં પેટ્રોલ પર સૌથી વધારે વેટ છે અને તેમને રાજ્યમાં પેટ્રોલ ભાવ અન્ય રાજ્યોની સમકક્ષ લાવવાની માંગ કરી છે.
તેમને કહ્યું કે કોરોના દરમિયાન સરકારે પેટ્રોલની કિંમત પર વેટ વધાર્યો હતો જે હજુ સુધી ઘટાડવામાં આવ્યો નથી.ANI ન્યુઝ એજન્સી અનુસાર સંદીપ બગારીયા એ જણાવ્યું કે રાજસ્થાન પેટ્રોલ ડીલર્સ એસોસિયાને 10 માર્ચે એટલે કે આજરોજ સવારે છ વાગ્યાથી આગામી 48 કલાક માટે નો પરચેઝ નો સેલ હડતાલની જાહેરાત કરી છે જેના ઉદ્દેશ્યમાં પેટ્રોલિયમમાં ઉંદરના ઊંચા ભાવ તરફ સરકારનું ધ્યાન દોરવાનું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment