મિત્રો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ માર્કેટયાર્ડમાં ખેડૂતોના કપાસના અભાવ ખૂબ જ સારા એવા મળ્યા છે અને કપાસના ભાવ સારા હોવાથી જ ખેડૂતોએ જ રાહતનો શ્વાસ લીધો છે ત્યારે અગાઉ મહેસાણા ની વિસનગર માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 8230 રૂપિયા જ્યારે સરેરાશ ભાવ 7240 અને ન્યૂનતમ ભાવ 6250 જોવા મળ્યો હતો.
અહેવાલની શરૂઆતમાં જ આપને કહી દઈએ કે કપાસના ભાવ ક્વિન્ટલ દીઠ પ્રમાણે બતાવવામાં આવ્યા છે.આગળ બીજી માર્કેટયાર્ડમાં કપાસના ભાવ શું છે તેના પર જો નજર કરવામાં આવે તો ભરૂચની જંબુસર માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ ખૂબ ઓછો જોવા મળ્યો હતો મતલબ કે 6500 મહત્તમ સરેરાશ 6300 અને ન્યૂનતમ 6100 જોવા મળ્યો હતો.
સુરેન્દ્રનગર ની હળવદ માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7820 જ્યારે સરેરાશ 7450 અને ન્યૂનતમ 6755 રૂપિયા જોવા મળ્યો હતો.રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 8000 જ્યારે સરેરાશ ભાવ 7750 અને ન્યૂનતમ ભાવ 7250 રૂપિયા હતો. જ્યારે રાજકોટ ની જસદણ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 8000 અને સરેરાશ ભાવ 7700
અને ન્યૂનતમ ભાવ 7000 રૂપિયા હતો. અમરેલી માર્કેટ યાર્ડમાં જો કપાસના ભાવ પર નજર કરવામાં આવે તો મહત્તમ ભાવ 7875 જ્યારે સરેરાશ 6937 જ્યારે ન્યૂનતમ 6000 રૂપિયા જોવા મળ્યો હતો.હિમંતનગર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ પર નજર કરવામાં આવે તો મહત્તમ ભાવ 8125 જ્યારે સરેરાશ ભાવ 7688 અને ન્યૂનતમ ભાવ 7250 રૂપિયા જોવા મળ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment