દેશના મોટાભાગના વિસ્તારોમાંથી હવે ધીરે ધીરે ઠંડી સાવ ઓછી થઈ રહી છે ત્યારે ભારતીય હવામાન વિભાગે ઉત્તર અને પશ્ચિમ ભારતના મોટા ભાગો માટે એક મહત્વપૂર્ણ હવામાન ચેતવણી જાહેર કરી છે તેમાં ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં હવામાનમાં પલટો આવવાનો છે
અને હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કરા અને ભારે વરસાદની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તે અંગે તેઓ દ્વારા આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગના અમદાવાદના કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ એ શુક્રવારે આપેલી આગાહીમાં જણાવ્યું કે
ગુજરાતમાં હાલ વાતાવરણ ડ્રાય રહેશે અને વરસાદ ની કોઈ શક્યતા નથી. તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય પરંતુ બે ત્રણ દિવસ પછી બેથી ત્રણ ડિગ્રી તાપમાન નીચું જવાની શક્યતા છે.હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે
જેમાં ઉત્તર ગુજરાતમાં આજથી 19 થી 20 ફેબ્રુઆરી દરમિયાન છુટા છવાયા વરસાદની આગાહી છે અને આ સાથે સાથે 20 અને 21 દરમ્યાન અમરેલી જિલ્લામાં હવામાન ઠંડુ રહેશે ભેજવાળું પણ રહેશે અને આંશિક વાદળછાયુ રહેવાની શક્યતા છે.મહેસાણા જિલ્લામાં પણ હાલ આકાશ થોડું એવું વાદળછાયું રહી શકે છે અને ફેબ્રુઆરીમાં ઘણા વિસ્તારોમાં ધુમ્મસ પણ જોવા મળી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment