શું મિત્રો તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે દુકાનમાંથી લાવેલા એક રૂપિયાનો બલૂન કે ફુગ્ગો મૃત્યુનું કારણ બને. આ ઘટના સુરતમાંથી બની છે જેના પરથી તમામ મા બાપે ચેતવવાની જરૂર છે. નાના ભાઈના પ્રથમ જન્મદિવસની ઉજવણી માટે પાંચ વર્ષનો મોટો ભાઈ ફુગ્ગા સાથે રમી રહ્યો હતો
અને આ દરમિયાન ફુગ્ગો ગળી જતા મોતને ભેટીયો હોવાનું કારણ સામે આવ્યું છે.જો મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો મૂળ જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના વતની અને હાલમાં પુણાગામ કેનાલ રોડ ખાતે આવેલ કેવલ પાર્કની બાજુમાં શ્રી રામકૃપા સોસાયટીમાં વસવાટ કરતા વિમલભાઈ મનસુખભાઈ ડોબરીયા નો પાંચ વર્ષીય પુત્ર
કર્મ પોતાના નાનાભાઈના જન્મદિવસ નિમિત્તે ફુગો ફુલાવતો હતો અને આ દરમિયાન ફુગ્ગો તેની શ્વાસ નળીમાં ફસાઈ જતા તે મૃત્યુ પામ્યો છે.વિમલભાઈ નો પાંચ વર્ષનો મોટો દીકરો કર્મ 27 જાન્યુઆરીના રોજ લગભગ સાંજના પાંચ વાગ્યાની આસપાસ ઘરમાં ફુગા ફુલાવીને નાના ભાઈના બર્થ ડે ની ઉજવણી માટેનું ડેકોરેશન ચાલી રહ્યું હતું
તે દરમિયાન તે ફુગ્ગો ફુલાવીને પાછી હવા કાઢતો હતો અને નાના ભાઈને રમાડી પણ રહ્યો હતો અને આ દરમિયાન તેની શ્વાસ નળીમાં ફુગો ફસાઈ જતા તે બેભાન થઈ ગયો હતો અને પછી પરિવારના સભ્યો દ્વારા તેને cpr આપવાની સાથે તેને ફીટ થપ થપાવવા લાગ્યા પરંતુ હોજ ન આવતા તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને ત્યાં તેને વેન્ટિલેટર ઉપર સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment