ગુજરાતમાં કચ્છી કોયલાના નામે ખૂબ જ જાણીતા એવા ગીતાબેન રબારીને તો આપ સૌ કોઈ લોકો ઓળખતા જ હશો. આજે ગીતાબેન રબારી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં લોકપ્રિય છે. આપણે ગીતાબેન રબારીના જીવન સાથે જોડાયેલી ઘણી બધી વાતો સોશિયલ મીડિયા પર સાંભળી હશે.
ત્યારે આજે આપણે ગીતાબેન રબારીના જીવનની ન સાંભળેલી એક વાત વિશે વાત કરવાના છીએ. તમને જણાવી દઈએ કે, ગીતાબેન રબારી જ્યારે ધોરણ પાંચમાં અભ્યાસ કરતા હતા ત્યારથી જ તેમને ગાવાનું શરૂ કર્યું હતું.
પછી તો માત્ર 20 વર્ષની ઉંમરે તેમને સમગ્ર ગુજરાતમાં લોકપ્રિયતા મેળવી હતી. આજે ગીતાબેન રબારી લાખો ગુજરાતીઓના દિલમાં વસે છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન ગીતાબેન રબારી એ કહ્યું હતું કે, બધું મળ્યું પરંતુ એક વાતની ખોટ છે.
ગીતાબેન રબારીમાં તેમના માતા-પિતા છે અને તેમના બે ભાઈઓ પણ હતા. પરંતુ ગીતાબેન રબારીના બંને ભાઈઓનું દુઃખદ અવસાન થયું હતું.
આ વાત પર ગીતાબેન રબારીએ ચર્ચા કરતાં જણાવ્યું કે, હું નાનેથી મોટી થઈ ત્યારથી મને એક જ વાતની ખામી છે કે મારો કોઈ સગો ભાઈ નથી. ભાઈની ખોટ તેને જ ખબર પડે જેને કોઈ ભાઈ ન હોય. આ વાતનું મને ખૂબ જ દુઃખ છે કે મારે કોઈ શબ્દો ભાઈ નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment