સુરતમાં એક રત્ન કલાકારના દીકરાએ નાના વરાછામાં આવેલી કૌશલ વિદ્યાભવનમાં અભ્યાસ કરતા રત્નકલાકાર રોહિતભાઈ ભુવાના પુત્ર પ્રશીલ કુમારે 99.91 PR મેળવીને શાળા નહીં પરંતુ સમગ્ર પંથકમાં મા બાપનું નામ રોશન કર્યું છે જેથી શાળાના શિક્ષકોને ટ્રસ્ટીઓ દ્વારા વિદ્યાર્થીને મોઢું મીઠું કરાવીને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
થોડા દિવસો અગાઉ જ JEE મેન્સ ની પરીક્ષા યોજાય હતી જેમાં 9 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષામાં નામ નોંધાવ્યા હતા જેમાંથી નાના વરાછામાં આવેલા રત્ન કલાકારના દીકરાએ આટલા બધા સારા માર્ક મેળવીને સમગ્ર રાજ્યમાં સુરતનું નામ રોશન કર્યું છે.પ્રશિલકુમાર ભુવા એ કહ્યું કે મારા પિતા ધોરણ 10 માં નાપાસ થતા ત્યાં સુધી જ ભણી શક્યા હતા.
જ્યારે માતા ઈન્દુબેન બાર સુધી ભણ્યા છે. બહેન કોલેજ કરે છે જોકે કૌશલ વિદ્યાભવનમાં ખૂબ સારી રીતે તૈયારી કરવામાં આવે છે. કોઈ જ ટ્યુશન ની જરૂર પડતી નથી. શાળાના શિક્ષકો દ્વારા પૂરતી મહેનત કરાવવાની સાથે સાથે ડાઉટ સોલ્વ કરવામાં આવે છે. દસમા ધોરણ બાદથી તૈયારીઓ થતી હોવાથી એક્સ્ટ્રા કોઈ તૈયારીની જરૂર રહેતી નથી
અને હવે મારે ગણિતની થોડી વધારે તૈયારી કરીને આગામી સમયમાં કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરવાની ઈચ્છા છે.શાળાના આચાર્ય હરેશભાઈ પાંડવે કહ્યું કે શાળાના 10 વિદ્યાર્થીઓને 99 પ્લસ પી.આર રેન્ક મળ્યા છે જ્યારે 18 વિદ્યાર્થીઓને 98 પ્લસ અને 36 વિદ્યાર્થીઓને 95 પ્લસ તથા 45 વિદ્યાર્થીઓને 90 પ્લસ રેન્ક મળ્યા છે.
આ તમામ સફળતા માટે શાળા દ્વારા પૂર્વ આયોજન કરવામાં આવે છે અને સિલેબસ પૂર્ણ કરાવવાની સાથે સાથે વારંવાર પ્રેક્ટિસ અને પરીક્ષાની પૂર્વ તૈયારીઓ સાથે ધોરણ 10 માંથી જ એડવાન્સ તૈયારી કરવામાં આવતી હોવાથી આ સફળતા સુધી વિદ્યાર્થીઓ પહોંચે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment