અયોધ્યામાં ભગવાન શ્રી રામ લલ્લાના અભિષેક બાદ 23 જાન્યુઆરીથી સામાન્ય ભક્તો માટે મંદિરના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ હજારો લાખોની સંખ્યામાં ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે સમગ્ર દેશભરમાંથી લોકો આવી રહ્યા છે
અને આ સાથે ભગવાન શ્રીરામના મંદિરમાં ખુલ્લેઆમ લોકો હજારો લાખો રૂપિયાનું દાન પણ કરી રહ્યા છે અને તે સાબિત રામ મંદિરમાં આવેલા માત્ર છ દિવસના દાન પરથી જ કરી શકાય છે.આપને જણાવી દઈએ કે દોસ્તો 23 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી સુધીના આ છ દિવસની અંદર લગભગ ટ્રસ્ટના અંદાજ મુજબ 19 લાખ જેટલા ભક્તો આવ્યા છે.
ત્યારે 22 મી જાન્યુઆરીના રોજ બે લાખનો ચેક આવ્યો હતો અને 6 લાખ રૂપિયા રોકડા આવ્યા હતા. જ્યારે 23મી જાન્યુઆરીના દિવસે 2.62 કરોડ રૂપિયાનો ચેક અને 27 લાખ રૂપિયા રોકડા આવ્યા હતા. 24 મી તારીખે 15 લાખ રૂપિયા રોકડા અને ચેક ની રકમ પણ સામેલ છે
અને આની સાથે 25 મી તારીખે 40 હજાર રૂપિયાનો ચેક અને આ ઉપરાંત આઠ લાખ જેટલા રોકડા આવ્યા હતા અને આ ઉપરાંત 26 જાન્યુઆરીના દિવસે એક કરોડ રૂપિયા ઉપરના ચેક અને લગભગ 5.5 લાખ રૂપિયા રોકડા આવ્યા છે ને ઉપરાંત 27 તારીખના રોજ 13,00,000 નો ચેક અને આઠ લાખ રોકડા આવ્યા છે
જ્યારે 28મી તારીખે 12 લાખ રૂપિયાનો ચેક અને રોકડ રકમ આવી છે.ઉપર જણાવેલ તમામ દાનની રકમ અમે કોઈ સોર્સિસ ઉપરથી લીધેલ છે જેથી આ સો ટકા એટલી જ રકમ આવી હોય તેનું તમે કોઈ ગેરંટી લેતા નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment