આજે આપણે ગુજરાતના વડગામ તાલુકાના રૂપાળા ગામે આવેલા શીતળા માતાજીના પૌરાણિક મંદિર વિશે વાત કરવાના છીએ. આ ચમત્કારી મંદિરમાં સેકડોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે. વર્ષો પહેલા જ્યારે શીતળાનો રોગ ખૂબ જ વધ્યો હતો, ત્યારે આ રોગની કોઈપણ પ્રકારની દવા ન હતી.
આ દરમિયાન ભક્તો માતાજીના ચરણમાં ગયા હતા અને અહીં માતાજીની માનતા માનીને અહીંનું પાણી પીધું હતું. અહીંનું પાણી પીયા બાદ રોગથી પીડાતા ભક્તો રોગમુક્ત થઈ ગયા હતા. ત્યારથી આજ સુધી અહીં લાખોની સંખ્યામાં લોકો આવ્યા છે અને અહીંનું પાણી પીધ્યા બાદ ભક્તો રોગમુક્ત થઈ ગયા છે.
દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શન કરવા માટે અહીં આવે છે અને અહીં આવતા તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. મિત્રો તમને જણાવી દઈએ કે, શીતળા માતાજીની કૃપાથી રુપલ ગામના સર્વ સમાજના લોકોમાં એક અનોખો સંપ જોવા મળે છે.
ગામના તમામ લોકોને માતાજી પરમે શ્રદ્ધા છે. અહીં ભક્તો આંખના અને ચામડીના રોગમાંથી મુક્ત થવા માટે માતાજીના દર્શને આવે છે અને અહીં માતાજીને સુખડી અને લાડુની માનતા માને છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment